ગુજરાતામાં IAS અધિકારીઓની બદલીઃ જાણો કોને કયો પદભાર મળ્યો

ADVERTISEMENT

IAS transfer
IAS transfer
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુ એક વખત આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે. ગુજરાત સરકાર દ્વારા આ વખતે 5 આઈએએસ અધિકારીઓના પદભારમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણી પછી બદલીઓનો ગણગણાટ ચાલી રહ્યો હતો પરંતુ તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી દરમિયાનમાં આજે ગુજરાત સરકાર દ્વારા બદલીના આદેશો કરી દીધા છે.

કયા અધિકારીને મળી નવી જવાબદારીઓ
આઈએએસ અધિકારીઓની બદલીઓને લઈને આજે સરકારે કરેલા ઓર્ડરમાં આઈએએસ મનીષ ચંદ્રાને ગ્રામ વિકાસ કમિશનર તરીકે પદભાર સોંપવામમાં આવ્યો છે તેઓ અગાઉ નાણાં વિભાગમાં સેક્રેટરી તરીકે કામગીરી સંભાળતા હતા. આ પછી આઈએએસ અધિકારી કે એમ ભીમિયાણીની નાણા વિભાગના સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ અગાઉ કૃષિ વિભાગમાં સેક્રેટરી તરીકે કામગીરી સંભાળતા હતદા. તે ઉપરાંત આઈએએસ અધિકારી એ કે રાકેશને કે એમ ભીમિયાણીના સ્થાને પદભાર સોંપાયો છે. તેઓ અગાઉ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કૃષિ વિભાગમાં કાર્યરત હતા.

ICC WTC final 2023: ભારત-ઓસ્ટ્રેલિયન ટીમ કાળી પટ્ટી બાંધી ઉતરી મેદાને, જાણો શું છે કારણ

આ પછી આઈએએસ અધિકારી પી સ્વરૂપને મહેસુલ સચિવ (અપીલ)નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉપરાંત આઈએએસ અધિકારી વિજય નેહરાને પણ ધોલેરા સર પ્રોજેક્ટ અને બેચરાજી સરમાં એડિશનલ ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર (સીઈઓ) તરીકે વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT