IAS Pradeep Sharma case Update: કોર્ટે પ્રદીપ શર્માને મોકલ્યા જેલવાસમાં, બિલ્ડર સંજયને વધુ રિમાન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IAS Pradeep Sharma case Update: ભુજના એરપોર્ટ રોડ પરથી કરોડોની કિંમતી જમીન નિયમ વિરૂધ્ધ આપી દેવાના દોઢ દાયકા પહેલાના કેસમાં CID ક્રાઇમમા પુર્વ કલેકટર પ્રદીપ શર્મા તત્કાલીન નિવાસી કલેકટર તથા બિલ્ડર સંજય શાહ સામે ફરિયાદ નોંધાયા બાદ સંજય શાહ તથા પ્રદિપ શર્માની ધરપકડ કરી ભુજ કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ લેવાયા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતા બન્નેને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પ્રદીપ શર્માને ફરી એક વાર પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે કેસની ગંભીરતાને ધ્યાને લેતા ખ્યાતનામ બિલ્ડર સંજય શાહના વધુ રિમાન્ડની માંગ કરાઇ હતી. જે કોર્ટે ગાહ્ય રાખી વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કેસમાં સંજય શાહ સિવાય નિવાસી કલેકટર સહિત કોની સંડોવણી છે તથા દસ્તાવેજને લગતા મહત્વના સવાલો હજુ વણઉકેલાયા હોય તે સહિતની તપાસ બાકી છે ત્યારે આજે કોર્ટમાં સંજય શાહના વધુ રિમાન્ડ મંગાયા હતા. કોર્ટે 29 તારીખના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

કોર્ટમાં વિવાદીત નિવેદનથી હોબાળો

આજે સાંજે 4 વાગ્યે પ્રદીપ શર્મા તથા સંજય શાહના રિમાન્ડ પુર્ણ થતા તેને ફરી ભુજની ખાસ એસ.એમ. કાનાબારની કોર્ટમાં રજૂ કરાયા હતા. જો કે સંજય શાહના ફરી રિમાન્ડ માંગવા મામલે બચાવ પક્ષના વકીલે પાકિસ્તાની ન્યાય વ્યવસ્થાને સરખાવતા વિવાદીત શબદોનો પ્રયોગ કરતા કોર્ટે કેસ ચલાવવાનો ઇન્કાર કર્યો હતો. ન્યાય પાલિકામાં આ પ્રકારના શબ્દ પ્રયોગ બાદ ઊભા થયેલા વિવાદનો મામલો ઉપર સુધી પહોંચ્યો હતો અને વિવાદીત નિવેદન મામલે બચાવ પક્ષના વકિલે માફી માંગ્યા બાદ મામલો અન્ય કોર્ટમાં ચલાવાયો હતો. જ્યાં કોર્ટે સંજય શાહના 29 તારીખ સુધીના વધુ રિમાન્ડ મંજુર કર્યા હતા. જો કે કોર્ટમાં થયેલી આ પ્રકારની ટિપ્પણીનો મામલો વકિલ આલમ સહિત ચર્ચાનો વિષય બન્યો હતો.

RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા

સંજય શાહનો તપાસમાં સહકાર નહીં

શુક્રવારે મોડી રાત્રે સંજય શાહની ધરપકડ બાદ તેને ભુજ લવાયો હતો અને કોર્ટમાંથી તેના બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જોકે અત્યાર સુધીની તપાસમાં તે સહકાર ન આપતો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જેમાં ખાસ તો જમીનના દસ્તાવેજો ક્યાં છે? જમીનના પ્લોટ પાડી વહેંચાયા છે તો કોને વહેંચાયા છે?. કઇ રીતે અને કોની મદદથી આ જમીન મંજુર કરાવી? આવા તમામ બાબતોના પ્રશ્નોના તે યોગ્ય જવાબ આપાતો નથી. જોકે તપાસમાં આ તમામ સવાલોના જવાબ મેળવવા અગત્યના હોય આજે તેના વધુ રિમાન્ડ મંગાયા હતા જે મંજુર કરાયા છે. દરમ્યાન કેસમાં મહત્વની કડીઓ મેળવવા પ્રયત્નો કરાશે અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધી સરકારના મહત્વના પ્રોજેક્ટમાં સંજય શાહના અનેક કામો ચાલતા હતા. જોકે અચાનક દોઢ દાયકા જુના કેસમાં તેની સંડોવણી ખુલતા કેસની ચર્ચા કચ્છથી લઇ ગાંધીનગર સુધી છે. હવે જોવું અગત્યનું રહેશે કે રિમાન્ડ દરમ્યાન મોટા બિલ્ડર પાસેથી તપાસ એજન્સી કેવી માહિતી કઢાવી શકે છે.

ADVERTISEMENT

(કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT