કાળા ઝંડા બતાવી ભલે વિરોધ કર્યો હું તમારા બાળકો માટે સારી શાળા બનાવીશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં તમામ પક્ષો દ્વારા પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ ઉતારી દેવામાં આવ્યા છે. તમામ નેતાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો કે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. જો કે અહી તેઓ ગારીયાધાર પહોંચ્યા હતા. અહીં તેમણે કાલે કાળા વાવટા ફરકાવીને થયેલા વિરોધ અંગે પણ ટિપ્પણી કરી હતી. અહીં કેજરીવાલે નાગરિકો પાસે બે વચનો માંગ્યા હતા. એક વચનમાં કહ્યું કે, તમે બધા તમારા સોશિયલ મીડિયામાં મેસેજ કરીને કહેજો કે હું મારો મત કેજરીવાલને જ આપવાનો છું. તમે પણ આપજો. બીજુ વચન માંગતા તેમણે કહ્યું કે, તમે તમારા શેરી અને ઘરે ઘરે જઇને 100 લોકોને આપમાં જોડવા માટે અપીલ કરજો.

કોંગ્રેસ અને ભાજપ બંન્ને ભાઇ ભાઇ છે રાત્રે બેસીને બધા સેટિંગ કરી નાખે છે
કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને ભાઇ ભાઇ ગણાવ્યા હતા. બંન્ને પાર્ટીઓમાં ઇલુ ઇલુ ચાલે છે. અડધી રાત્રે બંધ બારણે સભાઓ કરીને બધુ જ સેટિંગ પાડી દે છે. બંન્ને પાર્ટીઓ કહે છે કે, કેજરીવાલ રાક્ષસ છે, તમે આ લોકોને માફ કરશો? નવસારીના ચીખલીમાં કાળા ઝંડા બતાવીને મારો વિરોધ કરવામાં આવ્યો પરંતુ તેનાથી મને કાંઇ ફરક પડતો નથી. આ લોકોનો પણ હું આભાર માનું છું અને અમારી સરકાર આવ્યા બાદ અમે તમારા બાળકો માટે જ સ્કુલ બનાવીશું. ભ્રષ્ટાચારમુક્ત શાસન આપશું અને અમારા કોઇ ધારાસભ્ય ચોરી નહી કરે. ચોરી કરનારા અધિકારી કે નેતા જેલમાં જશે.

અધિકારીઓ ઘરે આવીને તમારા કામ કરી જશે
કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં દરેકે દરેક સ્તરે ભ્રષ્ટાચાર છે. જો કે અમારી સરકાર આવી એટલે સમજો કે ભ્રષ્ટાચારને ગુજરાતમાંથી ભગાડી દઇશું. કોઇ પણ સાચા કામ માટે તમારે એક રૂપિયાનો ખર્ચો નહી કરવો પડે. અધિકારી તમારૂ ઘરે આવીને કામ કરી જશે. વિજળીબીલ, પાણી સહિતની અનેક સરકારી સુવિધાઓ ફ્રી થઇ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT