Gopal Italia એ FIR અંગે આપી પ્રતિક્રિયા, કહ્યું હું ખોટા કેસથી ડરવાનો નથી
અમદાવાદ: ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આજે સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા પર બદનક્ષીનો દાવો…
ADVERTISEMENT
અમદાવાદ: ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આજે સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા પર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે અમે આવા કેસથી ડરવાનો નથી.
આજે સુરતમાં ગોપાલ ઇટાલીયા પર તેમન ભાષણ અંગે FIR દાખલ કરવામાં આવી છે. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારા પર FIR દાખલ કરવામાં આવી છે મારુ માનવું છે કે અદાણી પોર્ટ પર છાસવારે કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. આ ડ્રગ્સ ગુજરાતના માધ્યમથી આખા દેશમાં સપ્લાય થાય છે . રાજ્યમાં દરવર્ષે 20,000 કરોડનો ગેર કાયદેસર દારૂનો ધંધો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. લઠ્ઠાકાંડમાં ભાજપના જિલ્લા પ્રમુખની સીધી રીતે સંકળાયેલા હતા. ગુજરાતમાં બેફામ નશો ચાલે છે. ગૃહમંત્રીએ નશો વેચવાવાલા ને પકડવાના બદલે, ડ્રગ્સ લાવવા વાલાને બદલવાના બદલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પર FIR દાખલ કરવાનું સૂઝ્યું હોય તો હું એમ આશા રાખું છું કે, ગૃહ મંત્રી ને ભગવાન સદબુદ્ધિ આપે.
મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. તેના માટે ડ્રગ્સ પેડલર, દારૂ વેચવાવાળા ભાજપના નેતા છે તેના પર FIR કરવી જોઈએ. મે નશો કર્યો નથી મે નશો વેચ્યો નથી. છતાંય મારા પર FIR કરવામાં આવી છે. તો એમ સમજુ છુ કે ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગવા લાગ્યો છે. અને બોખલાયને આ લોકો સીબીઆઇ અને જેલની રાજનીતિમાં પડ્યા છે. અમે લોકો કેજરીવાલના સૈનિક છીએ અમે ખોટા કેસથી ડરતા નથી. ચૂંટણીમાં જવાબ આપીશું.
ADVERTISEMENT
સુરતમાં FIR દાખલ કરવામાં આવી
ભાજપના કાર્યકર ઝવેરી પ્રતાપભાઈ જીરાવાલાએ AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પૂર્વ બુટલેગર, ભાજપને ગુંડાઓની પાર્ટી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી ગણાવવા હતા. આ મામલે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઈટાલિયા સામે કલમ 500,504,505 અને 1D હેઠળ ગુનો નોંધી સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.
ADVERTISEMENT