રાજકોટમાં પત્નીના વિયોગમાં પતિનો આપઘાત, વીડિયોમાં ધ્રુસકે-ધ્રુસકે રડતા બોલ્યો- મારી અને કાજલની અસ્થિ દામોદરમાં સાથે પધરાવજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજકોટમાંથી હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીના આપઘાતના થોડા દિવસો બાદ પતિએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા ખળભળાટ મચી ગયો છે. પત્નીના વિયોગમાં પતિએ આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આજી ડેમ પોલીસની ટીમે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

30 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરની આજી ડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગર-6માં રહેતા અને મજૂરી કામ કરતા અનિલ ભૂપતભાઈ ડાભી (ઉં.વ 30) નામના યુવકે ગઈકાલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

સંતાનપ્રાપ્તિ ન થતાં પત્નીએ કર્યો હતો આપઘાત

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, અનિલ ડાભીના 4 વર્ષ અગાઉ કાલાવડના મૂળીલાની કાજલ નામની યુવતી સાથે થયા હતા. તેઓના લગ્નને 4 વર્ષ થવા છતાં સંતાન પ્રાપ્તિ ન થતાં કાજલ હતાશ થઈ ગઈ હતી. જેથી કાજલે 14 જાન્યુઆરીના દિવસે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પત્ની કાજલના આપઘાત બાદ અનિલ ગૂમસૂમ જ રહેતો હતો.

ADVERTISEMENT

આપઘાત પહેલા બનાવ્યો વીડિયો

જેથી ગઈકાલે રાતે અનિલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત કરતા પહેલા 2 વીડિયો પણ બનાવ્યા હતા. જેમાં તેણે પત્નીના વિયોગ અને સાસરિયાના ત્રાસથી આ અંતિમ પગલું ભરતો હોવાનું જણાવ્યું હતું. તેણે પત્ની કાજલની આત્મહત્યા બાદ તેના પિયર પક્ષ દ્વારા 10 લાખ રૂપિયાની માંગણી કરાતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

સસરા પર લગાવ્યો આક્ષેપ

વીડિયો અનિલે એવું પણ કહ્યું છે કે, કાજલ મને બોલાવે છે એટલે હું જાવ છું, મારી અને કાજલની અસ્થિ દામોદરકુંડમાં સાથે પધરાવવજો. મારા ગયા પછી મારી બાનું ધ્યાન રાખજો. મારા સસરા 10 લાખ માગે છે. મારી કાજલ જતી રહી, જય માતાજી…બધાને રામ રામ…’

ADVERTISEMENT

વિથ ઈનપુટ રોનક મજિઠિયા, રાજકોટ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT