પતિએ વિકૃતિની વટાવી હદ, પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડી નિર્વસ્ત્ર કરીને કરતો આ કામ, અભયમની ટીમ પહોંચી મદદે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાને તેનો પતિ દરરોજ રાત્રે ઝઘડો કરતો આ સાથે જ પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડતો હતો. એટલુ જ નહીં આની સાથે જો ઝઘડો વધી જાય તો પત્નીને નિર્વસ્ત્ર કરીને માર પણ મારતો હતો. જોકે છેવટે આ બધુ સહન ન થતા પત્નીએ અભયમ મહિલા ટીમનો સહારો લીધો.

અમદાવાદમાં વધુ એક વખત ઘરેલુ હિંસાની ઘટના સામે આવી છે. શાહીબાગમાં વસવાટ કરતા દંપતી વચ્ચે વારંવાર ઝગડો થતો હતો. જેમાં પતિ ઝગડા દરમિયાન પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડતો હતો. સહન શક્તિની તાંમાં હદો પૂર્ણ થતાં મહિલાએ 181 અભયમ હેલ્પલાઈનમાં ફોન કરીને પરિણિતાએ વિકૃત પતિની હરકતો વિશે જણાવ્યું હતું. અભયમમાં ફોન કરીને કહ્યું કે, પતિ વિકૃતિની તમામ હદ વટાવી નાખે છે.

દરરોજ પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડે
રોજ રાજે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડે છે. એટલું જ નહીં તેને માર પણ મારે છે. આની સાથે નિર્વસ્ત કરીને ઈજા પહોંચાડે છે. પતિ લગ્ન પછીથી જ આવી રીતે વર્તન કરે છે. તેને ગડદાપાટુ મારે છે અને નિર્વસ્ત્ર કર્યા પછી પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી માર મારે છે. તેનાથી સહન થઈ રહ્યું નથી. વળી પ્રાઈવેટ પાર્ટ પર મુક્કા અને લાતો મારતો હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું. આની સાથે મહિલાએ જણાવ્યું કે તે આ ત્રાસ સહન નહોતી કરી શકતી એટલે છૂટાછેટા માગે તો પણ પતિ ઉશ્કેરાઈ જાય છે. તેનો પતિ છૂટાછેટા માગવા પર વધારે વિકૃતિની હદ વટાવી નાખે છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: વલસાડ GIDCમાં પેટ્રો કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ, 2 કામદારોના મોત, 2 લોકો ઈજાગ્રસ્ત

બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું
ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ મહિલા અને તેમના પિતનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે જ્યારે પતિનું કાઉન્સિલિંગ કર્યું ત્યારે તેણએ જણાવ્યું કે મારી માતાને સતત મારા પત્નીની વાતો બહાર કરવાની આદત છે. જેના કારણે અમારા બંને વચ્ચે ઘણીવાર આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ જાય છે. જોકે અભયમની ટીમે પત્ની સાથે આવું દર્દનાક કૃત્ય ન કરવા માટે સલાહ આપી.

ADVERTISEMENT

પત્નીને જ હવે પતિ સાથે નહોતુ રહેવું એટલે તેને સંબંધીના ઘરે મોકલી આપવામાં આવી છે. આની સાથે જ પરિણિતાને અભયમની ટીમે કાયદાકીય સલાહ પણ આપી છે.પરિણિતાએ જણાવ્યું કે પતિ ઓછા રૂપિયા કમાતો હતો. જેથી કરીને પરિણિતાના પિતાએ ઘરવખરી ભરવામાં સતત મદદ કરી હતી. તેમ છતા પતિ દરરોજ પત્ની સાથે આવું વર્તન કરતો હોવાની વાત અભયમની ટીમને જણાવી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT