સાણંદના મેળામાં ખેલાયો ખૂની ખેલ: પત્ની પ્રેમીને મળવા પહોંચતા પાછળથી પતિ છરો લઈને તૂટી પડ્યો
અમદાવાદ: શહેરના ચાંગોદર વિસ્તારમાં મેળામાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ હત્યાનો…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ચાંગોદર વિસ્તારમાં મેળામાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સાણંદના મોડાસર ગામમાં રાત્રે ભરાયેલા મેળામાં બાવળાની પરિણીતા તેના બાળકો સાથે ફરવા આવી હતી. જોકે પતિને પત્ની પ્રેમીને મળતી હોવાની શંકા જતા તે વોચ રાખીને બેઠો હતો. જેવી પત્ની પ્રેમીને મળી કે તે છરી લઈને તૂટી પડ્યો અને યુવકની હત્યા કરી નાખી.
પત્નીના પ્રેમી પર પતિનો હુમલો
વિગતો મુજબ, બાવળામાં રહેતા દીપક મકવાણાની પત્નીના જીગ્નેશ સોલંકી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. જેની જાણ દીપકને થઈ જતા તે રાત્રે હાઈવ પર વોચ રાખીને બેઠો હતો. ત્યારે પત્ની સાણંદના મોડાસર ગામના એક મેળામાં ગઈ હતી. જેવો જીગ્નેશ અને તેની પત્ની મળવા માટે પહોંચ્યા તેવો જ દીપક છરી લઈને તૂટી પડ્યો અને જીગ્નેશને છરીના ઘા મારી દીધા હતા. એવામાં ઈજાગ્રસ્ત જીગ્નેશને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પ્રેમીને જોતા જ પતિને આવ્યો ગુસ્સો
હત્યા બાદ ચાંગોદર પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેમાં હત્યારા દિપકે જણાવ્યું કે, તેની પત્ની હેતલ ઘણા સમયથી અલગ રહે છે અને છૂટાછેડા પણ નહોતી આપતી. તે આડાસંબંધ રાખીને તેને દગો આપતી હતી. એવામાં પત્નીને ગુસ્સો આવતા તેણે પત્નીના પ્રેમીને જ જાહેરમાં રહેંસી નાખ્યો હતો.
ADVERTISEMENT
અગાઉ બંને ચોરીછુપીથી મળતા હતા
જીગ્નેશ અન હેતલના પ્રેમ સંબંધ હોવાથી તેઓ અગાઉ પણ અવારનવાર ચોરી છુપીથી મળતા હતા. તેઓ ફોન પર પણ વાતચીત કરતા હતા. એવામાં બંને મેળામાં મળવાની હોવાની શંકા દિપકને હતી. આથી જ તે ચોરીછુપી આવ્યો હતો અને જીગ્નેશનો પીછો કરતો હતો. જેવા હેતલ અને જીગ્નેશે વાતચીત કરતા જોયા તે છરી લઈને તૂટી પડ્યો હતો. એવામાં મેળામાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી.
ADVERTISEMENT