મેષ રાશિના જાતકોને મળશે ખુબ પ્રેમ, તો આ રાશિના જાતકોને વીઝા પરંતુ મિથુન રાશિના લોકો તો ખાસ ખ્યાલ રાખે…

ADVERTISEMENT

12 rashi chakra
12 rashi chakra
social share
google news

અઠવાડીક ભવિષ્ય દર્શન
તારીખ 5.6.2023 થી 11.06.2023
આ અઠવાડીયામાં ગ્રહની ગોચર સ્થિતિ નીચે મુજબ છે. સૂર્ય-વૃષભ રાશિ, મંગળ, કર્ક રાશિ, બુધ-મેષ અને વૃષભ રાશિમાં પ્રવેશતા ગુરૂ-મેષ રાશિ, શુક્ર કર્ક રાશિ, શનિ કુભ રાશિ, રાહુ- મેષ રાશિ, કેતુ તુલા રાશી, ચંદ્ર ધનરાશીથી મીન રાશિ સુધી ભ્રમણ કરશે. ગોચર ગ્રહોને આધારે 12 રાશિઓનો ફળાદેશ

મેષ
આ અઠવાડીયાની શરૂઆતથી આપના માટે કોઇ ભાગ્યોદયના શુભ સમાચાર આવી શકે છે. જ્યારે અઠવાડીયાના અંત બહુ મહેનતવાળો જણાય છે. સફળ હોય તો ગુરૂ અને શનિના મંત્રજાપ કરવા. મેષ રાશિાના જાતક માટે લાભદાયક નીવડી શકે છે.

વૃષભ
વૃષભ રાશિના જાતકોએ શાંતિથી ધીરજથી આ સમય પસાર કરવો. જીવનસાથી કે ધંધાના ભાગીદાર સાથે હાલ પુરતો લાંબા ગાળાનો નિર્ણય કરવો નહી. ટ્રાવેલિંગમાં કાળજી રાખવી. કુળદેવી અને હનુમાનજીની ઉપાસના કરવી.

ADVERTISEMENT

મિથુન
આ રાશિના જાતકો માટે આ અઠવાડીયાની શરૂઆત થોડી અકળામણ વાળી હોઇ શકે છે. જો કે પછી તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવી જશો. કુંવારા માટે સગપણની વાત આવી શકે છે. જો કે અંતિમ નિર્ણય આ અઠવાડીયે કરવો નહી. કોઇ મહત્વનો નિર્ણય આ અઠવાડીયે કરવો નહી. કુળદેવીની ઉપાસના ખાસ કરવી

કર્ક
કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડીયુ એકંદરે નબળું છે. વ્યવસાય કે નોકરી કરતા જાતકોએ કોઇ પ્રકારનાં પરિવર્તનનો પ્રયાસ કરવો નહી. જીવનસાથી સાથે સંબંધો સુમધુર બને તેવા પ્રયાસો કરવા.ઉતાવળે કે આવેશમાં કોઇ નિર્ણય લેવો નહી. વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો.

ADVERTISEMENT

સિંહ
પરદેશાગમન માટે વીઝા મેળવવા માટેનો અનુકુળ સમય છે. જીવનસાથી સાથે કોઇ તકલીફ થઇ હોય તો સમાધાન કારી વલણ રાખવું. મંગળના જાપ અને હનુમાનજીની ઉપાસના કરવી.

ADVERTISEMENT

કન્યા
જો તમે લોન લઇને ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સૌથી અનુકુળ સમય છે. જો કે કોઇ પણ નિર્ણય લેતા પહેલા પોતાના પરિવાર અને હિતેચ્છુઓ સાથે ખાસ વાતચીત કરવી. પોતાના ઇષ્ટદેવની ઉપાસના ફળદાયક સિદ્ધ થશે.

તુલા
ધંધાકીય ભાગીદારીમાં સંબંધ સારા રાખવાનો પ્રયાસ કરવો. ધંધો કે નોકરી બદલવાનું આયોજન હોય તે તે ધીરે ધીરે સેટ થઇ જશે. હનુમાનજી અને શનિદેવની ઉપાસના કરવી

વૃશ્ચિક
નોકરી ધંધાની નાની મોટી તકલીફો રહી શકે છે. આમ છતા હિંમત હાર્યા વગર મહેનત કરવી. આળસને ખંખેરીને સતત મહેનતથી આગળ વધતા રહેવું. આગામી સમયમાં તેનો ખુબ જ સારો ફાયદો થશે. સુર્ય અને ચંદ્રના જપ કરવાથી રાહત મળશે.

ધન
ઉચ્ચ અભ્યાસ અર્થે જો પરદેશ જવાનું હોય તો આ અઠવાડીયું તમારા માટે નિરાશાજનક રહેશે. જો કે નાસિપાસ થવાની જરૂર નથી સતત પ્રયત્નો ફળદાયી હોય છે. કોઇ પર આંધળો વિશ્વાસ કરવો નહી. વધારે પડતો વિશ્વાસ તમને નુકસાન પહોંચાડી શકે છે. ગણપતિજીની આરાધના કરવી

મકર
વિજાતીય પાત્ર સાથે સંબંધ વધારે સારી રીતે વિકસાવી શકાય છે. કોઇ ખોટો ગેરફાયદો ઉઠાવે નહી તેનું ધ્યાન રાખવું. મિલ્કત ખરીદતા સમયે તમામ પ્રકારના પેપર્સ ચેક કરવા. ખોટી ઉતાવળ નુકસાનદાયક સાબિત થઇ શકે છે. હનુમાનચાલીસાના પાઠ ફળદાયી નિવડે.

કુંભ
નોકરી ધંધામાં અચાનક મુસાફરીનો યોગ છે. આ અઠવાડીયે ખર્ચો વધે તેના કારણે આર્થિક સંકડામણ ઉભી થાય તેવી શક્યતા છે. જીવનસાથી, ભાગીદાર સાથે સંબંધમાં ગેરસમજ થાય તેવા વાણી ઉચ્ચારવી નહી. મહાકાળી માતાજીની આરાધના કરવી.

મીન
નોકરીમાં બઢતી અને બદલીના યોગ છે. સાસરી પક્ષ સાથે કોઇ પ્રકારે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું. ગણપતિજીની આરાધના કરવી ફાયદાકારક સાબિત થશે. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો.

અઠવાડીક ઉપાય
આ અઠવાડીયામાં મંગળ પોતાની નીચ કર્ક રાશિમાં ગોચરમાં છે. પોતાના કુળદેવીના મંદિર કંકુ ચડાવવું જોઇએ. પતાસા, મસુરની દાળ, લાલ મરચુ, લાલ ટમેટા જેવી વસ્તુઓનું દાન કરવું. દરેક રાશિનો વ્યક્તિ આ ઉપાય કરી શકે છે.

જ્યોતિષ – ઉદય શાહ
(udayanshah999@gmail.com)

    follow whatsapp

    ADVERTISEMENT