ઇલેક્ટ્રિકલ એન્જીનિયર બનવું છે? શું કરવું? કઈ કેલજમાં લેવું એડમીશન? જાણો સમગ્ર બાબતો

ADVERTISEMENT

ઇલેક્ટ્રિકલ એન્જીનિયર બનવું છે? શું કરવું? કઈ કેલજમાં લેવું એડમીશન? જાણો સમગ્ર બાબતો
ઇલેક્ટ્રિકલ એન્જીનિયર બનવું છે? શું કરવું? કઈ કેલજમાં લેવું એડમીશન? જાણો સમગ્ર બાબતો
social share
google news

અમદાવાદઃ હાલમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધો. 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ આગામી કરિયરને લઈને વિચાર વિમર્શમાં છે. જોકે તેમાંથી તો ઘણા વિદ્યાર્થીઓએ પોતાના કરિયરનો ગોલ સેટ પણ કરી દીધો છે. પણ જો હજુ કોઈ વિદ્યાર્થીને યોગ્ય ગાઈડન્સની જરૂર છે અને તે પણ ખાસ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લઈને તો આ લેખ તે વિદ્યાર્થીને જરૂર કામમાં આવશે તેવો અમારો પ્રયાસ છે.

સર્વ પ્રથમ આપણે જાણીએ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે શું?
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અથવા તેમાં આગળ વધતા પહેલા તેને જાણવા મગતા વિદ્યાર્થીઓને સામાન્ય સમજ તરીકે કહીએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રો મેગ્નેટિઝમ, વીજળીનો ઉપયોગ કરતા ઉપકર્ણોનો અભ્યાસ છે, જે ડિઝાઈન અને એપ્લિકેશનને સંબંધિત છે.

સુરત પોલીસે તો હદ કરી, રૂ. 50 હજાર માટે ખાખીનો રંગ કાળો કર્યો

કેટલી છે સીટ
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હાલ ગુજરાતમાં અઢળક કોલેજો અવેઈલેબલ છે. ફક્ત અમદાવાદ અને ગાંધીનગરમાં જ 5000થી વધારે બેઠકો આ કોર્સ માટે અવેઈલેબલ છે. જેમાં લગભગ 20થી 50 ટકા બેઠકો ખાલી પણ રહેતી હોય છે. મતલબ કે એડમીશનને લઈને પણ આ લાઈનમાં ઉજળી તકો છે. ખાસ કરીને ગ્રુપ એમાં વિદ્યાર્થીઓની સંખ્યા એકંદરે ઘટવા લાગી છે. આ તરફ ફીની વાત કરીએ તો ખાનગી કોલેજમાં 63,000થી લઈને 1,50,000 સુધીમાં વાર્ષિક ફી હોય છે. જેમાં જીટીયુ નક્કી કરે તે પ્રમાણેનો સિલેબસ રહેતો હોય છે, ઉપરાંત યુનિવર્સિટીઝ દ્વારા પોતાની રીતે વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ નક્કી કરાય છે.

ADVERTISEMENT

એડમીશન કેવી રીતે લેવું?
ગુજરાતમાં વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ એડમીશન લેતા પહેલા તેની માહિતી ઓનલાઈન અથવા ઓફલાઈન મેળવ્યા બાદ www.gujacpc.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, ચોઈસ ફિલિંગ, બેઠકો વગેરે જેવી પ્રક્રિયાઓથી પસાર થઈને એડમીશન લઈ શકાશે.

Exclusive: સટ્ટાકિંગ અને વોન્ટેડ જીતુ થરાદની CM અને રાજ્યપાલ સાથે સહપરિવાર ભોજન કરતી તસ્વીર વાયરલ

એડમીશન માટે કઈ કઈ કોલેજ છે?
ગુજરાતમાં આ કોર્સ માટે 100થી વધારે કોલેજ અવેઈલેબલ છે. જેમાંથી હાલ આપણે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ છીએ. આ બંને શહેરોમાં આ કોર્સનો અભ્યાસ કરાવતી કોલેજમાં નીચે મુજબની કોલેજમાં આપ પોતાની ઈચ્છા અનુસાર એડમીશન માટે એપ્લાય શકો છો.

ADVERTISEMENT

– વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ચાંદખેડા,
– એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ,
– ઇન્ડસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ, અમદાવાદ
– આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી
– એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી
– અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
– સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ
– અમીરાજ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી
– ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટી
– ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
– પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી
– આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT