India Today સર્વેઃ લોકસભામાં ભાજપ-કોંગ્રેસને મળશે કેટલી બેઠક? ગુજરાતની કેટલી બેઠક કોના ખાતામાં?-

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ દેશભરમાં આગામી લોકસભા ચૂંટણીઓને લઈને એક અલગ જ માહોલ છવાયો છે. હાલની મોદી સરકારથી ઘણા રાજી છે તો ઘણા નારાજ, બીજી બાજુ વિપક્ષો પણ હવે એક મંચ પર આવ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે કોને કેટલી બેઠકો મળી શકે છે. હાલમાં જ પત્રકાર જગતના જાણીતા નામ એવા India Today દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યો છે. જે સર્વેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ પર નજર કરીએ તો ઘણા ચોંકી જવાય તેવા આંકડા સામે આવ્યા છે. જે ના માત્ર લોકો માટે પણ વિવિધ રાજકીય પાર્ટીઓ માટે પણ ચોંકાવનારા હોઈ શકે છે.

સર્વેમાં કયા પક્ષને કુલ કેટલી બેઠકો

India Todayના સર્વેમાં સામે આવ્યું છે કે આ લોકસભા ચૂંટણી 2024માં UPA 152 સીટ કબ્જે કરવામાં સફળ થઈ શકે છે. NDAને 306 બેઠકો મળશે અને INDIA 41, અન્ય 44 પર સમેટાય છે. વોટ શેર પર જનર કરીએ તો UPA 30.9 વોટશેર પર છે. NDA 42.6 વોટશેર પર છે. જ્યારે INDIA 10.1 અને અન્ય 16.4 વોટશેર ધરાવે છે. લોકસભા સીટના ગણીત પણ સામે આવ્યા છે જેમાં અગાઉ વર્ષ 2019માં INC 52 હતી જે હવે 74 સુધી પહોંચશે, UPA 44 હતી જે 78 પર પહોંચશે આમ કુલ ટોટલ UPA જે અગાઉ 96 હતી તે 152 પર પહોંચે તેવો અંદાજ છે. બીજી બાજુ Indi+ 30 બેઠક પર હતી જે 41 થાય તેમ છે, INDIA ગઠબંધન જે 126 પર હતુ તે 193 પર રહેવાનો અંદાજ છે. BJPને જે તે સમયે 2019માં 303 બેઠક મળી હતી જ્યારે NDA ગઠબંધનને 50 એમ કુલ 353 બેઠકો હતી. જ્યારે હવે અંદાજ છે કે ભાજપને 287, NDAને 19 એમ કુલ 306 બેઠકો મળી રહી છે. જ્યારે અન્યોની 641 બેઠકોમાં પણ ઘટાડો થતા 44 પર પહોંચી શકે તેમ છે.

આમ ઉપરોક્ત સર્વે પ્રમાણે UPAની બેઠકોમાં કુલ 56 બેઠકો વધી રહી છે. INDIA ને 67 બેઠકો વધારે મળી રહી છે જ્યારે NDAને કુલ 47 બેઠકોનો ફટકો પડી રહ્યો છે અને અન્યોને કુલ 20 બેઠક ઘટી રહી છે.

ADVERTISEMENT

‘આપણા પગ ખેંચવા બધુ જ કરશે’- Amul ચેરમેન વિપુલ પટેલનું નિવેદન, જૂથવાદ ચરમસીમાએ

ગુજરાતમાં ભાજપને મળશે જાદુઈ આંકડો

બેઠકોની પક્ષો પ્રમાણે આપણે વાત કરી પરંતુ અહીં હવે આપણે સર્વે દરમિયાન સામે આવેલા રાજ્યો પૈકી કેટલાક રાજ્યો અંગે વાત કરીશું જ્યાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. India Todayનો સર્વે કહે છે કે, ગુજરાત રાજ્યની લોકસભાની કુલ 26 બેઠકો છે જેમાંથી કોંગ્રેસના ખાતામાં ઝીરો બેઠકો આવી રહી છે. હાં ચોંકી ગયાને… આ સર્વે પ્રમાણે કોંગ્રેસ લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી એક પણ બેઠક પર વિજય મેળવી રહ્યું નથી મતલબ કે કોંગ્રેસનું ખાતુ ખુલી રહ્યું નથી. આ તરફ ભાજપને ગુજરાતમાં તમામ 26 બેઠકો મળી રહી છે. જો આ સર્વે સત્ય થઈ જાય તો ભાજપ માટે ગુજરાતમાં નિશ્ચિત જ આ જાદુઈ આંકડો કહેવાશે. આ તરફ કેરળમાં ભાજપની હાલત ગુજરાતમાં કોંગ્રેસની થાય છે તેવી છે. અહીં કેરળમાં 20 બેઠકોમાં NDA એક પણ બેઠક મેળવી રહ્યું નથી. મતલબ કે NDAના ખાતા અહીં ખુલતા નથી અને ઝીરો આંકડાને જોઈ નિસાસા નાખવાનો વારો આવી શકે છે. અહીં UPAને 20માંથી 16 બેઠક મળી રહી છે પણ અન્યો 4 બેઠક આંચકી શકે છે, પણ NDAનું ખાતુ ખુલી રહ્યું નથી. લદાખમાં કુલ 1 બેઠક છે જે NDAના ખાતે જાય છે. લક્ષ્યદ્વીપમાં કુલ 1 બેઠક છે જે UPAના ખાતામાં જાય છે. મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, દીવ-દમણ, ચંદીગઢ, અને સિક્કિમમાં પણ કુલ 1-1 બેઠકો છે જે તમામ રાજ્યોમાં તે કુલ 1 બેઠક NDAના ખાતે પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં 4 બેઠકો છે જે NDAને મળી રહી છે. અરુણાચલમાં કુલ 2 બેઠક છે જે બંને NDAને મળી રહી છે.

તમીલનાડુમાં પણ NDAને મોટો ફટકો વાગતો હોવાનું સર્વેમાં સામે આવી રહ્યું છે. અહીં પણ NDA ખાતુ ખોલી રહ્યું નથી. ઝીરો પર આઉટ થઈ રહ્યું છે અને કુલ 39 બેઠકો લોકસભાની છે જેમાંથી UPA તમામ 39 બેઠકો પર જીત મેળવી રહ્યું છે જ્યારે NDAને અહીં પણ ઝીરો નંબર હાંસલ થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં કુલ 5 બેઠકો છે જેમાંથી તમામ 5 બેઠક પર NDAનો દબદબો જોવા મળી રહ્યો છે જ્યારે બાકીના બધા જ પક્ષોને મીંડુ મળી રહ્યું છે. ત્રિપુરામાં કુલ 2 બેઠકો પૈકીની બંને NDAના ખાતે જઈ રહી છે. આ તરફ અંદમાન નિકોબાર, દાદરા નગર હવેલી, પુડુંચેરીમાં પણ કુલ 1-1 બેઠકો છે જે તમામ રાજ્યોમાં તે કુલ 1 બેઠક UPAના ખાતે પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં કુલ 4 બેઠકો છે જે NDAને મળી રહી છે.

ADVERTISEMENT

ચોંકાવનારું એ પણ છે કે આંધ્ર પ્રદેશમાં કુલ 25 બેઠકો છે જે તમામ પર ના UPA કે ના NDA પણ ત્યાંની સ્થાનીક YSRCP 13 અને TDP 12 બેઠકો પર છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશનું શું થશે?

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મહત્વ ધરાવતું કોઈ રાજ્ય છે તો તે ઉત્તર પ્રદેશ છે અને તે એટલા માટે છે કે આ રાજ્ય પાસે લોકસભાની કુલ 80 બેઠકો છે. દૂરદૂર સુધી આટલી બેઠકો ધરાવતું રાજ્ય દેશમાં બીજુ કોઈ નથી. હવે આ રાજ્ય પર કોનો દબદબો રહેશે તેનો પણ સર્વે ઈન્ડિય ટુડે દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં તે દર્શાવે છે કે અહીં NDA 72 બેઠક લઈ જાય છે જ્યારે UPA 1 બેઠક, અહીં સપાને 7 અને બસપાને 0 બેઠકો પર સંતોષ કરવો પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT