બિલકિસ બાનોના 11 દોષિતોને અચાનક જેલમાંથી છોડી મૂકવાનો નિર્ણય સરકારે કેવી રીતે લીધો?
અમદાવાદ: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી ઓગસ્ટે…
ADVERTISEMENT
અમદાવાદ: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી ઓગસ્ટે મુક્ત કરાયા હતા. આ મામલે બિલકિસ બાનોના પતિ, અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન્યાય અપાવવા અપીલ કરી હતી. ત્યારે સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, 18 વર્ષથી જેલમાં બંધ આ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકારમાં કોના દ્વારા લેવાયો? સરકારની કમિટીમાં કોણ-કોણ હતું?
રાજ્ય સરકારે આ કમિટી પર નિર્ણય લેવાની સત્તા સોંપી હતી
બિલકિસ બાનો કેસમાં જેલમાં સજા કાપી રહેલા 11 કેદીઓને છોડવા કે નહીં તે નિર્ણય લેવા માટે ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી. આ કમિટીમાં ગોધરાના કલેક્ટર સુજય મલ્હોત્રા અધ્યક્ષ હતા. જ્યારે ભાજપના પંચમહાલના બે ધારાસભ્યો હતા, ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી હતા, જ્યારે અન્યમાં કલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ તથા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને બાકી અન્ય મળીને કુલ 11 સદસ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જેમણે 18 વર્ષથી જેલમાં બંધ આ કેદીઓને છોડવા અંગે નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
18 વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓ
ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે ગેંગ રેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી બાદ 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે બાદથી તમામ કેદીઓ જેલમાં બંધ હતો.
તાજેતરમાં આ 11 કેદીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. ત્યારે 15મી ઓગસ્ટના દિવસે રાજ્ય સરકારે તમામ 11 કેદીઓને મુક્ત કરવા માટે હુકમ કરતા તેમને ગોધરાની સબજેલમાંથી છોડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. દાહોદ પાસે રણધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી. બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT
पूरी उम्मीद के साथ न्याय की आशा रखती हूँ ? #BilkisBanoCase @PMOIndia @narendramodi @CMOGuj pic.twitter.com/XoeV8tdnqy
— Mumtaz Patel (@mumtazpatels) August 16, 2022
બિલકિસ બાનોના પતિ પણ સરકારના નિર્ણયથી નારાજ
ગઈકાલે ગુજરાતમાં 2002માં બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારની હત્યાના તમામ 11 આજીવન કેદના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. બિલકિસ બાનોના પતિ યાકુબ રસૂલ પટેલ આ નિર્ણયથી નારાજ છે. તેણે કહ્યું, આ અકસ્માતમાં અમે બધું ગુમાવી દીધું છે. યાકુબે કહ્યું, હવે આ નિર્ણય બાદ તેમનો ડર વધી ગયો છે.
શું કહ્યું મુમતાઝ પટેલે?
મુમતાઝ પટેલે કહ્યું કે, દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો, ત્યારે ગુજરાત સરકારે ચોંકાવનારો ઓર્ડર પાસ કર્યો. બિલકિસ બાનો કેસમાં 11 આરોપીઓ જેમને આજીવન કેદની સજા હતી, તેઓ આઝાદ થયા અને તેમનું સ્વાગત મિઠાઈથી કરાયું. કેવા લોકો છે જે ખુશી મનાવી રહ્યા છે. હું વિચારી પણ નથી શકતી કે બિલકિસ બાનોના પરિવાર પર શું વિતી રહી હશે. કાલે જ પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી મહિલા સુરક્ષા અને મહિલાની ઈજ્જતની વાત કરી. મેં સાંભળ્યું કે કેન્દ્ર સરકાર આ નિર્ણયની વિરોધમાં હતી. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું, અને મને વિશ્વાસ છે કે PM મોદી આ કેસમાં ધ્યાન આપશે અને બિલકિસ બાનોને ન્યાય અપાવશે.
(વિથ ઈનપુટઃ ગોપી ઘાંઘર)
ADVERTISEMENT