પાલિતાણા વિવાદ કઇ રીતે શરૂ થયો? શા માટે હિંદુ-જૈન સામસામે આવી ગયા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : જિલ્લાના પાલિતાણામાં જૈનોના મંદિરમાં તોડફોડ બાદ હવે હિંદુ મંદિરમાં પણ તોડફોડ થતા સમગ્ર મામલો વિવાદિત બન્યો છે. નીલકંઠ મંદિરની બહાર તોડફોડ મુદ્દે સમાજમાં રોષ વ્યાપ્યો છે. પાલિતાણામાં 10 હજારથી વધારે જૈન સમાજના અગ્રણીઓએ રેલી કાઢીને પ્રદર્શન કર્યું હતું. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા પણ યોજાઇ હતી. કોમી વૈમનસ્વ ફેલાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી માટે આવેદન અપાયું હતું.

તોડફોડ હિંદુ સંગઠનોએ નહી પરંતુ અસામાજિક તત્વોએ કર્યાનો દાવો
જો કે બીજી તરફ તોડફોડ હિંદુ સંગઠનોએ નહી પરંતુ અસામાજિક તત્વોએ કરી હોવાની વાત કરી હતી. આવેદનપત્ર સ્વિકારવા બદલ સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા. તોડફોડના સીસીટીવી સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના પાલિતાણામાં નીલકંઠ મંદિરમાં પુજારી અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે મંદિર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પુજારી અને તેના સાગરીતોએ તોડફોડ કરી હોવાનું સામે આવતા જૈન સમાજના લોકો રોષે ભરાયા હતા.

જૈન પેઢીએ મંદિરનો કબજો લઇ લેતા વિવાદ શરૂ થયો હતો
આ મુદ્દે રવિવારે પાલિતાણા તળેટી ખાતે સમગ્ર દેશનૈ જૈન અગ્રણીઓ અને સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવાતા મંદિરના પુજારી અને તેના સાગરીતોએ આ સીસીટીવી તોડી પાડ્યા હતા. બીજી તરફ આણંદજી કલ્યાણજી પેડી ધ્વારા મંદિરનો કબજો લઇને પુજારી તથા ચોકીદાર નક્કી કરવામાં આવતા હિન્દુ સમુદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સરકારે બે ધારાસભ્યોને જઇને તપાસ કરવા માટે જણાવ્યું હતું. આ મામલાનો શાંતિથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રીએ ગુજરાતના પોલીસ વડાને આ મામલે બારીક નજર રાખવા અને કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT