Gujarat માં ખોફનાક ઘટના, વાંદરાએ 10 વર્ષના બાળકને ફાડી નાખ્યો, બાળકના આંતરડા બહાર આવી ગયા
ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં એક ખુબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં સોમવારે વાંદરાઓના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત થઇ ગયું હતું.…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં એક ખુબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં સોમવારે વાંદરાઓના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત થઇ ગયું હતું. પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના દહેગામ તાલુકાના સલ્કી ગામમાં થઇ. બાળક એક મંદિર પાસે પોતાના મિત્રો સાથે રમી રહ્યા હતા. આ દરમિયાન વાંદરાએ તેમના પર હુમલો કરી દીધો. વાંદરાના આ હુમલામાં બાળકીના આંતરડા પણ બહાર આવી ગઇ હતી. પોલીસે જણાવ્યું કે, મૃતક બાળકની ઓળખ દીપક ઠાકુર તરીકે થઇ છે.
હોસ્પિટલ પર બાળકીને ખુબ જ વિકૃત હાલતમાં પહોંચાડાઇ
એક અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ બાળકને તુરંત જ પહેલા ઘર અને ત્યાંથી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારી વિશાલ ચૌધરીએ જણાવ્યું કે, વાંદરાના હુમલામાં બાળકના આંતરડા પણ બહાર આવી ગયા હતા. ગામમાં એક અઠવાડીયાની અંદર વાંદરા દ્વારા કરવામાં આવેલો આ ત્રીજો હુમલો છે. વાંદરાઓને પકડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વન વિભાગ 1-2 વાંદરા પકડીને ખુશ છે
અધિકારી વિશાલ ચૌધરીએ કહ્યું કે, અમે ગત્ત એક અઠવાડીયામાં બે લંગુરોને પકડ્યા છે. અન્ય લંગુરોને પકડવા માટે પાંજરા લગાવ્યા છે. ગામમાં વાંદરાનું એક મોટુ ટોળું છે, જેમાં ચાર વયસ્કોનો પણ સમાવેશ થાય છે, જે ગત્ત એક અઠવાડીયાથી થઇ રહેલા આ હુમલામાં સંડોવાયેલા છે. ખતરનાક થઇ ચુકેલા વયસ્ક વાંદરાઓમાંથી એક બેને પકડી લેવામાં આવ્યા છે. બીજાને પાંજરામાં પુરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT