JAMNAGAR ની હોટલમાં ભયાનક આગ, અનેક VIP ફસાયા હોવાની આશંકા
જામનગર : ખંભાળીયા હાઇવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટોમાં અચાનક ભીષણ આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી હોટલ…
ADVERTISEMENT
જામનગર : ખંભાળીયા હાઇવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટોમાં અચાનક ભીષણ આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી હોટલ અગનગોળો બની ગઇ હતી. હાલ આગમાં અનેક લોકો ફસાય હોવાની આશંકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોટલની નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને GSFC સહિત અનેક ઇન્ડસ્ટ્રી આવેલી છે. જેના કારણે અહીં અનેક VIP લોકો પણ રોકાયા હતા. હાલ તો રિલાયન્સ, GSFC અને જામનગર કોર્પોરેશનની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હોટલમાં ફસાયેલા 7 થી 8 લોકોને રેસક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, જામનગર-ખંભાળીયા હાઇવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટામાં આજે રાત્રે આઠ વાગ્યે અચાનક જ આગ લાગી ગઇ હતી. જો કે આગની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં જ સમગ્ર હોટલમાં ફેલાઇ ગઇ હતી. આગના કારણે સમગ્ર હોટલમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. શરૂઆતી ફ્લોર પર રહેલા લોકો બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.
ફાયરબ્રિગેડ દ્વારા રેસક્યું ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. 8 લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ લોકો પૈકી 2ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજી પણ હોટલમાં અનેક લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. આસપાસમાં અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોવાનાં કારણે અહીં વીઆઇપી લોકોની અવરજવર પણ વધારે રહેતી હોય છે. તેથી હોસ્પિટલમાં અનેક વીઆઇપી ફસાયા હોવાની પણ આશંકા છે. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે આખી હોટલ જ આગની ઝપટે ચડી ચુકી છે.
ADVERTISEMENT
(વિથ ઇનપુર દર્શન ઠક્કર)
ADVERTISEMENT
ADVERTISEMENT