ધંધુકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત એક જ પરિવારના 5ના મોત
અમદાવાદ : ધંધુકા બગોદરા રોડ પર આવેલા હરીપુરા ગામના પાટીયે એક ગંભીર અકસ્માતમાં 2 બાળકો સહિત કુલ પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.…
ADVERTISEMENT
અમદાવાદ : ધંધુકા બગોદરા રોડ પર આવેલા હરીપુરા ગામના પાટીયે એક ગંભીર અકસ્માતમાં 2 બાળકો સહિત કુલ પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જેમાં ટ્રક અને કાર સામસામે અથડાતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોતની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો કડુસલો વળી ગયો હતો.
બગોદરા રોડ પર હરિપુરાના પાટિયા નજીક અકસ્માત
અકસ્માત ઝોન ધંધુકા બગોદરા રોડ પર હરિપુરાના પાટિયા નજીક ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાયા હતા. એક જ પરિવારના કુલ પાંચ લોકોનાં મોત નિપજતા અરેરાટી વ્યાપી હતી. આ અકસ્માતમાં બે બાળકોનાં પણ કરૂણ મોત નિપજ્યાં હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તમામ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. તમામને સ્થાનિક લોકોએ ગાડીના પતરાફાડીને બહાર કાઢ્યા હતા.
એક જ પરિવારના કુલ પાંચ લોકોનાં મોતથી ચકચાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના અંગે જાણ થતાની સાથે જ લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં છે. અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. અકસ્માત અંગે જાણ થતા સ્થાનિક પોલીસ, 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે તમામ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. હાલ તો પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT