અમદાવાદ-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માતઃ અજાણ્યા વાહને કારને મારી ટક્કર, 2 યુવકોને ભરખી ગયો કાળ
Accident News: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત અમદાવાદ-બગોદરા હાઈવે પર સર્જાતા ચકચાર મચી જવા પામી…
ADVERTISEMENT
Accident News: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત અમદાવાદ-બગોદરા હાઈવે પર સર્જાતા ચકચાર મચી જવા પામી છે. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. તો અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હોટલમાં જમવા જઈ રહ્યા હતા 4 મિત્રો
મળતી માહિતી અનુસાર, અમદાવાદના બાવળાના ગામ્ય વિસ્તારમાં રહેતા ચાર મિત્રો ગઈકાલે રાત્રે કાર લઈને હોટલમાં જમવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-બગોદરા હાઈવે પર રોયકા ચોકડી પાસે અજાણ્યા વાહને તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 4 યુવકો પૈકી 2 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.
2 યુવકોના ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને આ અંગેની જાણ થતાં બગોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ 2 ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ 2 ઈજાગ્રસ્તોમાંથી એકની સોલા સિવિલ હોસ્પિટલમાં અને બીજાની બાવળા સિવિલમાં સારવાર ચાલી રહી છે. બગોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
દંપત્તિ અને પુત્રનું મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દાહોદમાં પિકઅપ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. જેસાવાડા નજીક બનેલી અકસ્માતની ઘટનામાં માતા-પિતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
ADVERTISEMENT