Vadodara ની બે મહિલાઓએ અન્યોને પણ કમાવા મળે તેવું અનોખું સ્ટાર્ટઅપ કર્યું શરૂ

ADVERTISEMENT

ગુજ્જુ મહિલાઓએ અન્યોને પણ કમાવા મળે તેવું અનોખું સ્ટાર્ટઅપ કર્યું શરૂ
ગુજ્જુ મહિલાઓએ અન્યોને પણ કમાવા મળે તેવું અનોખું સ્ટાર્ટઅપ કર્યું શરૂ
social share
google news

વડોદરાઃ 8 મહિના પહેલા વડોદરાની બે મહિલાઓએ એક અનોખા સ્ટાર્ટઅપની શરૂઆત કરી અને પછી ધીમે ધીમે કરતાં એવી સફળતા મેળવી કે અન્યોને પણ રોજગારી મળવા લાગી છે. ફૂડ નેક્સ્ટ ડોર નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. 900થી વધારે ઓર્ડર પણ મેળવી ચુક્યા છે. આ બંને મહિલાઓ ઘરનું જમવાનું લોકો સુધી પહોંચે, પરિવારથી દૂર રહેતા અથવા ઘર જેવું જ ઓફિસ અને પોતાની સવલતના સમયે જમવાનું મેળવવા ઈચ્છુક લોકો માટે ઘર જેવું જ જમવાનું મળી રહે તે માટે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.

હોમ કુક અને ડીલીવરી બોયને પણ મળ્યો રોજગાર
વડોદરાની તન્વી કંસારા અને શીતલ કટ્ટે નામની બે મહિલાએ ફૂડ નેક્સ્ટ ડોર નામનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તેઓ ખાસ કરીને એવા લોકો કે જે સારું જમવાનું બનાવતા હોય, પણ પોતાની કોઈ રેસ્ટોરાં ધરાવતા નથી. સ્વાદિષ્ટ ભોજન જરૂર બનાવે છે પરંતુ પોતે ક્યાંય બહાર ઊભા રહી ધંધો કરવા માગતા નથી. તેવા લોકોને રોજગારી પુરી પાડે છે. તેમના ત્યાં હાલ 40 હોમ કુક કામ કરે છે, ઘણા ડીલીવરી બોય પણ છે, જેટલા હોમકુક સ્ટાર્ટઅપમાં જોડાય છે, તે તમામ ફૂડ લાયસન્સ પણ ધરાવે છે.

મુસ્લિમ ગર્લફ્રેન્ડની હત્યા કરીને દાટી દેવાની હિન્દુ યુવકે સુરત રેન્જ IGને કરી ફરિયાદ

તમામ પ્રકારની સ્વાસ્થ્ય જાળવણીઓ સાથે તેઓ આવનારા સમયમાં વડોદરાની બહાર એવા શહેરો કે જ્યાં લોકોને આ પ્રકારની સુવિધાની જરૂરત વધારે છે એટલે કે પુના, અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ આ સ્ટાર્ટઅપ શરૂ કરવા જઈ રહ્યા છે. તેના માટે તેમણે એપ્લીકેશન પણ લોન્ચ કરી દીધી છે. જેના પરથી લોકો જમવાનું ઓર્ડર કરી શકે છે. છેને કમાલનો આઈડિયા…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT