Hit & Run: ઓડી કારે બાઈક ચાલકને ટક્કર મારી, ચીમનભાઈ બ્રીજથી RTO સર્કલ સુધી ઢસડ્યો
અમદાવાદઃ શહેરમાં સતત માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેવામાં અમદાવાદમાં RTO સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.…
ADVERTISEMENT
અમદાવાદઃ શહેરમાં સતત માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેવામાં અમદાવાદમાં RTO સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રે ઓડી ગાડી પૂરપાટ ઝડપે એક બાઈક ચાલકને ફંગોળીને ફરાર થઈ ગઈ હતી. એટલું જ નહીં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હોવા છતા ઓડી કાર ચાલકે ગાડી રોકી જ નહોતી. જેના પરિણામે બાઈક ચાલક RTO સર્કલ સુધી ઢસેડાયો હતો. જેથી ઘટનાસ્થળ પર જ બાઈક ચાલકે જીવ ગુમાવી દીધો હતો. આના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે.
કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો…
અમદાવાદમાં મોડી રાત્રે એક પૂરપાટ ઝડપે આવતી ઓડી કારે બાઈકને અડફેટે લીધું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે ઓડી કાર ચાલકે ચીમનભાઈ બ્રિજ પાસે બાઈકને ટક્કર મારી હતી. એટલું જ નહીં ત્યાંથી RTO સર્કલ સુધી તે બાઈક ચાલકને ઢસડતો ગયો હતો. જેના પરિણામે 25 વર્ષીય યશ ગાયકવાડ (બાઈક ચાલક)નું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ગાડીનો નંબર સામે આવ્યો
હિટ એન્ડ રન કેસમાં ફરાર કાર ચાલકની ગાડીનો નંબર સામે આવ્યો છે. ઓડી કારનો નંબર GJ -01- RP- 0774 છે. આ દરમિયાન એલ ડિવિઝવન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT