CMના પુત્ર અનુજ પટેલની તબિયત સુધારા પર, મુંબઈની હિન્દુજા હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કે.ડી હોસ્પિટલ બાદ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી…
ADVERTISEMENT
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કે.ડી હોસ્પિટલ બાદ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ઓપરેશન બાદ હોસ્પિટલ તરફથી જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ અનુજ પટેલની તબિયત હાલમાં સુધારા પર છે અને તેઓ ભાનમા આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી પણ હવે પોતાના રૂટિન કામ તરફ પાછા વળ્યા છે અને આજે તેઓ કેબિનેટ મીટિંગમાં ભાગ લેશે.
હોસ્પિટલ તરફથી શું કહેવાયું?
હિન્દુજા હોસ્પિટલના હેલ્થ બુલેટિન મુજબ, અનુજ પટેલ હવે ભાનમાં આવ્યા છે અને તેઓ હાથ-પગથી હલાવીને હલનચલન કરી શકે છે. જોકે હજુ પણ તેઓ કાર્ડિયોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટની સતત દેખરેખ હેઠળ છે. ડોક્ટર્સ મુજબ હજુ તેમને લાંબા સમય સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા પડી શકે છે. જોકે ઓછા સમયમાં અનુજ પટેલની તબિયતમાં સારો સુધારો થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT