ભુજના આંતરરાષ્ટ્રીય કક્ષાના મેમોરિઅલ પ્રોજેક્ટની હાઈલાઈટ્સ, વડાપ્રધાન કરશે લોકાર્પણ
અમદાવાદ: ૨૭ ઓગસ્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે. ત્યારે કચ્છના આ આંતરરાષ્ટ્રીય કક્ષાના…
ADVERTISEMENT
અમદાવાદ: ૨૭ ઓગસ્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે. ત્યારે કચ્છના આ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેમોરિઅલ પ્રોજેક્ટની હાઈલાઈટ્સ પર નજર કરીએ. ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે.
૧૧,૫૦૦ ચો.મી.માં ભૂકંપ મ્યુઝીયમ તૈયાર કરાયું
ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. વર્ષ 2012થી નિર્માણાધીન આ પ્રોજેક્ટ અંતર્ગત ભૂજના ભૂજિયા ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારને વિકસિત કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૭૦ એકર વિસ્તાર વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્મૃતિ વન – આંતરરાષ્ટ્રીય મેમોરિઅલ પ્રોજેક્ટ પ્રથમ તબક્કો તૈયાર થઈ ચૂક્યો છે. જેમાં 3 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે ૧૧,૫૦૦ ચો.મી.માં ભૂકંપ મ્યુઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.
12,932 પીડિતોના નામની તકતી ચેકડેમની દીવાલો પર
આ સાથે ભુજના ૩૦૦ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. 50 ચેકડેમ તૈયાર કરવામાં આવ્યા છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. લોકોને આકર્ષવા માટે સનસેટ પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે પણ તૈયાર કરવામાં આવ્યો છે તથા 1.2 કિમી આંતરિક રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મુલાકાતીઓ માટે 3000 વાહનોના પાર્કિંગની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. આ સાથે ગુજરાત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કચ્છના સ્મૃતિ વનમાં ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT