કાંકરિયા ઇકો ક્લબ પાસે હાઇપ્રોફાઇલ ડ્રામા, યુવકે ટાવર પર ચડી આત્મહત્યા કરી
અમદાવાદ : આજે મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઇકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવકે ચડીને ધમાલ મચાવી હતી. કલાકો સુધી આ તમાશો ચાલ્યો હતો. ફાયર…
ADVERTISEMENT
અમદાવાદ : આજે મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઇકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવકે ચડીને ધમાલ મચાવી હતી. કલાકો સુધી આ તમાશો ચાલ્યો હતો. ફાયર વિભાગ પણ ઘટનાની જાણ થતા તત્કાલ પહોંચી ગયા હતા. જો કે ફાયર વિભાગ રેસક્યુંની શરૂઆત કરી હતી. જો કે ફાયર વિભાગ કંઇ પણ કરે તે પહેલા જ યુવક કુદી ગયો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. જો કે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ટાવર પર યુવક ચડ્યો અને સેંકડો લોકો એકત્ર થઇ ગયા
કાંકરિયાના ગેટ નંબર ત્રણ પાસે આવેલા એક મોબાઇલ ટાવર પર આજે એક વહેલી સવારે યુવક ચડી ગયો હતો. થોડીવારમાં આ વાતની માહિતી મળતા આસપાસના લોકોને થઇ હતી. ટોળેટોળા એકત્ર થયા હતા. ગણતરીની મિનિટોમાં આ ખુબ જ વ્યસ્ત વિસ્તાર હોવાનાં કારણે સેંકડો લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
કાંકરિયાના ગેટ નંબર ત્રણ પાસે આવેલા એક મોબાઈલ ટાવર પર આજે સવારે એક યુવક ચડી ગયો હતો.
લોકોએ ફાયરબ્રિગેડને કરતાં તેની ટીમ ત્યાં પહોંચી હતી.તેને ઉતારવા માટે ત્યાં પહુંચે એ પહલે તેને કુદકો મારી દીધો. pic.twitter.com/c07yHeneju
— Gujarat Tak (@GujaratTak) September 10, 2022
ADVERTISEMENT
મોબાઇલ ટાવરની આસપાસ જાળી લગાવી દેવામાં આવી
મોબાઇલ ટાવરની આસપાસ જાળી પણ લગાવી દેવાઇ હતી. જો યુવક કુદે તો તેને બચાવવા માટેના સંપુર્ણ પ્રયાસો ચાલી રહ્યા હતા. યુવક નીચે નહી ઉતરતા આખરે ફાયર વિભાગ દ્વારા સ્નોકેલ ટાવર પર લઇ જઇને તેને પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. સ્નોકેલ જો કે અડધે પહોંચ્યું ત્યાં જ યુવકે પડતું મુક્યું હતું. જાળી માત્ર આગળ તરફ હતી જ્યારે યુવક પાછળની તરફ કુદી ગયો હતો. પટકાવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. જો કે યુવકની ઓળખ હજી સુધી થઇ શકી નથી.
ADVERTISEMENT