કોના લીધે ગયા 14 માસુમના જીવ? હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનો મોટો આદેશ, 2 અધિકારીને જવાબદાર ઠેરવ્યા

ADVERTISEMENT

Vadodara Boat Accident
હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનો મોટો આદેશ
social share
google news

Vadodara Boat Accident : વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે આ મામલે વડોદરા મહાનગર પાલિકાના તાત્કાલિન કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે અને તેમની સામે શિક્ષાત્મક પગલા ભરવાનો આદેશ પણ આપ્યો છે. 

18 જાન્યુઆરીએ સર્જાઈ હતી દુર્ઘટના

ગત 18 જાન્યુઆરીના રોજ વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હરણી તળાવ ખાતે બોટિંગ દરમિયાન બોટ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓને અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાં હતા. 

તંત્રની બેદરકારી આવી હતી સામે

હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. 

આ પણ વાંચો

ADVERTISEMENT

કમિશનરે આપી હતી મંજૂરી!

આ કેસમાં સેફ્ટીની ઐસી-તૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટ રાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. તો બીજી બાજુ લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું. 

હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ

સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે બે મ્યુનિસિપલ કમિશ્નરને જવાબદાર ઠેરવ્યા છે. હાઇકોર્ટના 15 પાનાના હુકમમાં વડોદરાના તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવ, પૂર્વ કમિશનર એચ.એસ પટેલને જવાબદાર  ઠેરવ્યા છે. તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો છે.  

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT