રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ, ઢોર પકડનાર પર હુમલો કરનારની થશે ખરાબ હાલત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં રખડતા પશુની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ચૂકી છે. આ સમસ્યા મુદ્દે હાઈકોર્ટ આકાર પાણીએ છે. રખડતા ઢોર મામલે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસપલ કોર્પેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંદનામાને ધ્યાને લીધા બાદ રાજ્ય સરકાર, DGP, સહિત તમામ મનપા અને નગરપાલિકાઓને કડક વલણ અપનાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રખડતા ઢોર મામલે કામ કરતા કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરનારા તત્ત્વો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવા આજે હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

આ સાથે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા મામલે રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે. છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. આકસ્માતના પગલે મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

 હુમલો કરનારા તત્વો પર થશે કાર્યવાહી
રખડતાં પશુ અંગે કાર્યવાહી કરનાર ટીમ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે કોર્ટે આવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા આદેશ આપ્યો છે. ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ પર હુમલો કરનારા વ્યક્તિને જોખમી વ્યક્તિ ગણી તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ ગુનો નોંધવા જોઈએ. રખડતા ઢોર મામલે કામ કરતા કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરનારાની તત્ત્વો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

વોર રૂમ તૈયાર કરવા આદેશ
આ સાથે જ હાઇકોર્ટે કહ્યું કે, AMC અને સરકારે પુરતા પગલા નથી લીધા તો આ જ મામલે હવે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા અને રાજ્ય સરકારના રખડતા ઢોરને ડામવા માટેના લાંબા અને ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો છે. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગને યોગ્ય સંકલન માટે એક વોરરૂમ તૈયાર કરવા પણ આદેશ આપ્યા છે. આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

    follow whatsapp

    ADVERTISEMENT