Mehul Boghra મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ, સુરત પોલીસને ફટકારી નોટિસ કહ્યું કે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : શહેરના એડ્વોકેટ મેહુલ બોઘરા પર થયેલા હૂમલા બાદ તેઓ અચાનક માધ્યમોમાં ચમકી ગયા હતા. TRB જવાન દ્વારા કરાયેલા હૂમલાના પડઘાને કારણે સરકાર પણ એક સમયે વિમાસણમાં મુકાઇ હતી. આ ઉપરાંત તેણે ઉચ્ચ આઇપીએસ અધિકારી ઝેડ.એ શેખ પર લગાવેલા ગંભીર આરોપોને કારણે ચકચાર મચી ગઇ હતી. જેના પગલે અનેક ટીઆરબી જવાનોને છુટા પણ કરી દેવાયા હતા. જો કે મેહુલ બોઘરા પર પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી.

એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થયાનો વકીલનો આરોપ
જો કે વીડિયો પરથી તો સ્પષ્ટ રીતે કોઇ એટ્રોસિટી નહી હોવાનો દાવો મેહુલ બોઘરા કરી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી સહિતનાં અનેક દલિત આગેવાનો પણ આ અંગે સ્પષ્ટતા કરી ચુક્યાં છે કે, આ એટ્રોસિટીનો દુરૂપયોગ છે. આ અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને હાઇકોર્ટ દ્વારા સુરત પોલીસ અને સરકારને નોટિસ ફટકારી છે. આવતી કાલ સુધીમાં કોર્ટમાં જવાબ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ટીઆરબી અને પોલીસ સંયુક્ત રીતે ઉગરાણા નેટવર્ક ચલાવતા હોવાનો દાવો
સુરતના સરથાણા વિસ્તારમાં બિનકાયદેસર રીતે ઉઘરાણાનું નેટવર્ક ચલાવતી ટી.આર.બી અને પોલીસની ચડ્ડી બનિયાનધારી ગેંગનો પર્દાફાશ મેહુલ બોઘરાએ કર્યો હતો. જેના કારણે ભ્રષ્ટાચારની આવકમાં ઘટાડો થતો જોઇને ટીઆરબી ગેંગના લીડર સાજન ભરવાડ દ્વારા વકીલ પર હૂમલો કરી દેવાયો હતો. જેના કારણે વકીલનું માથુ ફાટી ગયું હતું. આ મુદ્દો ખુબ જ વિવાદિત બની ગયો હતો. જોકે ટીઆરબી અને પોલીસ ઉચ્ચ અધિકારીઓની ચડ્ડીબનિયાનધારી ટોળકી લાજવાના બદલે ગાજી હતી. વકીલને ફસાવી દેવા માટે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો આરોપ વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતના વકીલો દ્વારા પોલીસ અને ટીઆરબી ગેંગ વિરુદ્ધ દેખાવો થયા હતા. સાજન ભરવાડ પર હૂમલો પણ થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT