દક્ષિણના અનેક વિસ્તારોની નદીઓમાં ઘોડાપુર, ફરી એકવાર સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા અપીલ
સંજયસિંહ રાઠોડ/સુરત : વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદનાં કારણે…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત : વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદનાં કારણે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશા ડેમ પણ છલકાયો છે. આ બંને ડેમના કારણે તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ઉકાઈ ડેમનું રૂલલેવલ મેન્ટેઇન રાખવા માટે પોણા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે તાપી નદી ફરી ગાંડીતુર બની છે.
તાપી ઉપરાંત અનેક જિલ્લાઓની નદીઓ પણ ફરી એકવાર ગાંડીતુર બની રહી છે. જેના કારણે અનેક ડેમ પણ તબક્કાવાર રીતે ઓવરફ્લો થઇ રહ્યા છે. ડેમમાં ઉપરની આવકને જોતા ધીરે ધીરે નદીમાં પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે નદીની નિચાણવાળા વિસ્તાર અને આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. કિનારાના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણમાં વરસાદના અગાઉના રાઉન્ડ સમયે પણ સ્થિતિ વધારે વિકટ બની હતી.
હવામાન ખાતાએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ, નવસારી, પંચમહલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં આવતા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈ મોડી સાંજથી ઝરમર ઝરમર વરસાદ પડવાની શરૂવાત થઈ ચૂકી છે. ઉપરવાસમાં પડી રહેલ વરસાદનાં કારણે ઉકાઈ ડેમમાં 109676 ક્યુસેક પાણીની હાલ આવક નોંધાઇ છે ત્યારે 181876 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમનાં 22 જેટલા દરવાજા ખોલવા માં આવ્યા છે. ઉકાઈ ડેમમાં છોડાઇ રહ્યું પાણી તાપી નદીમાં આવતો હોય એટલા માટે નદી કાંઠેના નીચાલ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT