અમદાવાદમાં વિશાલા-પીરાણા બ્રિજ મોટા વાહનો માટે 2 મહિના સુધી બંધ, હવે કયા રસ્તેથી જશે વાહનો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદમાં સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રોડ પર આવેલા શાસ્ત્રી બ્રિજનું એક્સાન્શન જોઈન્ટ તથા બેરિંગ ખરાબ થઈ ગયું છે. એવામાં હવે આ બ્રિજની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવતા આજે 9 જૂનથી લઈને આગામી બે મહિના માટે બ્રિજના ડાબી તરફ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેઠળ આવે છે. ત્યારે હવે વિશાલા સર્કલથી નારોલ તરફ જતા ડાબી બાજુના રોડ પર બ્રિજના છેડે 8 ફૂટની એન્ગલ મારી દેવામાં આવી છે, જેથી ભારે વાહનો બ્રિજ પરથી પસાર ન થાય.

2 મહિના સુધી ડાબી બાજુનો બ્રિજ મોટા વાહનો માટે બંધ
એવામાં શાસ્ત્રી બ્રિજ પરથી માત્ર ટુ-વ્હીલર, રિક્ષા તથા નાની ગાડીઓ જ પસાર થઈ શકશે. લોડિંગ ટેમ્પો, મીનીબસો, મોટી ગાડીઓ સહિત ભારે વાહનો જઈ શકશે નહીં. બ્રિજના છેડે ટ્રાફિક પોલીસ પણ ઊભી રાખવામાં આવી છે. જેથી ભારે વાહનોને જતા અટકાવી શકાય. તો ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ પણ રખાયો છે.

વૈકલ્પિક રસ્તા તરીકે કયા રૂટ પર જઈ શકાશે?
વિશાલાથી પીરાણા ચાર રસ્તા તરફ જતા ભારે વાહનો વિશાલા ત્રણ રસ્તાથી વાસણા APMC માર્કેટ ચાર રસ્તા, વાસણા, વાસણા ત્રણ રસ્તા. અંજલી ચાર રસ્તાથી જમણી બાજુ વળી ડો. આંબેડકર બ્રિજ ઉપરથી ખોડિયારનગર ચાર રસ્તાથી જમણી બાજુ પીપળજ-પીરાણા રોડ પર સીધા પીરાણા ચાર રસ્તા તથા પીરાણા ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને નારોલ સર્કલ તરફ જવાનું રહેશે. અથવા તો ખોડિયારનગર ચાર રસ્તાથી સીધા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ વળી ચંડોળા તળાવ ચાર રસ્તાથી સીધા નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે.

ADVERTISEMENT

સરખેજથી અન્ય વૈકલ્પિક રૂટની સુવિધા
અન્ય વૈકલ્પિક માર્ગ મુજબ સરખેજ તરફથી આવી વિશાલા ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તા તથા નારોલ સર્કલ તરફ જતા વાહનોએ સરખેજથી બાકરોલ સર્કલથી ડાબી બાજુ સરદાર પટેલ રિંગરોડ ઉપર કમોડ સર્કલથી ડાબુ બાજુ વળી પીરાણા ચાર રસ્તા તથા કમોડ સર્લકથી સીધા અસલાલી સર્કલથી ડાબી બાજુ વળી નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે.

ADVERTISEMENT

1970માં બન્યો હતો બ્રિજ
નોંધનીય છે કે, શાસ્ત્રી બ્રિજને 1970ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. વર્ષ 2015માં બ્રિજના સમારકામ માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જોકે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નહોતો. બાદમાં બે અધિકારીઓ દિલ્હી ગયા પછી મંજૂરી અપાઈ હતી. જે બાદ ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ વખતમાં એક જ ટેન્ડર આવતા તેને રદ કરીને ફરીથી મગાવાયા હતા. નવા ટેન્ડર હવે 13મી જૂને ખુલશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT