આબુમાં ભરઉનાળે હિમવર્ષા, ખેડૂતોની હાલત કફોડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત, આબુ: એક તરફ ગુજરાતભરમાં ભર ઉનાળે ચોમાસા જેવુ વાતાવરણ છે. ત્યારે હજુ 24 કલાક વરસાદનીઆગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સિરોહી હિલ સ્ટેશન આબુ પર હવામાનમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં કરાના કરા પડતા કાશ્મીર જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે ધરતી પુત્રો ને પડતા પર પાટુનો ઘાટ ઘડાયો છે.

છેલ્લા ત્રણ ચાર દિવસ થી હવામાન વિભાગ ની આગાહી ને લઈને ઠેર ઠેર ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે માઉન્ટ આબુમાં કરા સાથે વરસાદ ખાબકતાં જગતાંત ને પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગુરુશિખર, અચલગઢ સહિત અનેક સ્થળોએ હિમવર્ષા થઈ છે. ત્યારે પહાડો અને ઘરોની છત પર બરફની ચાદર છવાઈ છે.

ઉનાળુ પાકને ભારે નુકશાન 
એક તરફ ઉનાલો પૂરો જામી રહ્યો હતો આ દરમિયાન વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. એક જ દિવસમાં લોકો એક સાથે બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સિરોહી જિલ્લાના મંડવાડા ખાલસા,પિંડવાડા, સ્વરૂપગંજમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ સાથે પડ્યા બરફના કરા પડ્યા છે. ત્યારે કમોસમી વરસાદને પગલે ધઉં ,બટાકા,એરંડા,ઇસબગુલ સહિત ના અન્ય પાકોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: માર્ચનું માવઠું ખેડૂતોની આંખમાંથી વહેશે, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી

આરોગ્ય પર વ્યાપક અસર
એક જ દિવસમાં ઉનાળો અને ચોમાસાની રૂટનો અનુભવ થતાં આ એક સાથે બે ઋતુના કારણે આરોગ્ય પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ ઉનાળુ પાકને પણ વ્યાપક નુકશાન ઠાઠું જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT