વડોદરા-અમદાવાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, પહેલા નોરતે જ વરસાદનું વિઘ્ન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : પહેલા નોરતે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગુજરાતમાં ખેલૈયાઓ બે વર્ષ બાદ પહેલીવાર ધમાકેદાર એન્ટ્રી કરેતે પહેલા જ અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં પહેલા નોરતાએ જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેલૈયાઓ ચિંતામા મુકાયા છે. આજે પહેલા નોરતે તો ગરબા રમાય તેવા ગ્રાઉન્ડ રહ્યા નથી. આ ઉપરાંત કેટલાક ગ્રાઉન્ડમાં પાણી પણ ભરાયા હતા. જો કે વરસાદની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. અમદાવાદમાં નહીવત્ત વરસાદ નોંધાયો હતો.

કોરોનાકાળમાં બે વર્ષ બાદ કલાનગરી વડોદરામાં ગરબાનું ભવ્યઆયોજન થવા જઇ રહ્યું છે. વડોદરામાં બપોરે 12.30 વાગ્યે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી રોડ, અલકાપુરી, રેસકોર્સ, અક્ષરચોક, મનીષા ચોકડી, સુભાનપુરા, ઇલોરા પાર્ક, રેસકોર્સ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1.30 વાગ્યા બાદ વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરિયા, સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રા, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. જો કે આજથી નવરાત્રિનો માહોલ છે ત્યારે પાર્ટી પ્લોટમાં વરસાદના કારણે હવે નવરાત્રી પર અને ખેલૈયાઓ પર ચિંતાના વાદળો ગોરંભાયા છે.

ADVERTISEMENT

વરસાદ શરૂ થવાના કારણે પાર્ટી પ્લોટના આયોજકોમાં પણ ચિંતા પ્રસરી છે. જો કે સાંજે ફરી એકવાર ધોધમાર વરસાદ શહેરમાં પડશે. આજે રાત્રે તો ગરબા થશે કે તે અંગે ચિંતાના વાદળો ઘેરાયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT