Gujarat Rain LIVE Updates: સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ..! ગોંડલની કોલપરી નદીમાં કાર સાથે 3 લોકો તણાયા, વડોદરામાં રસ્તા પર મગર દેખાયા
Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:40 PM • 28 Aug 2024ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે',
Gujarat Rain Updates: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી બધે જ મોટા ભાગના ગામો અને શહેરો પાણીમાં ગરકાવ થયા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી જારી કરવામાં આવી છે, જે મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ રેડ એલર્ટની આગાહી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદની પરિસ્થિતી સર્જાય છે, ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા હજુ બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
- 01:39 PM • 28 Aug 2024Jamnagar Rain: જીવાપર ગામે વૃદ્ધા નદીમાં ફસાયા
કાલાવડ રાજકોટ રોડ પરથી પસાર થતાં કૈલાશ કોલોની પાસેના બ્રિજ પરથી એક વૃદ્ધા નદીમાં ફસાયા હતા. તેમનું કાલાવડ ફાયરની ટીમ દ્વારા જીવાપર ગામેથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
- 11:41 AM • 28 Aug 2024Morbi Rain: રેલવે ટ્રેકને ભારે નુકસાન
મોરબી: માળીયા નજીક રેલવે ટ્રેકને ભારે નુકશાન થયું છે. ડેમમાંથી છોડવામાં આવેલ પાણી માળીયા નજીકથી પસાર થતા રેલવે ટ્રેકને નુકશાન થયું છે. હાલ રેલ વ્યવહાર બંધ કરાયો છે. રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ટ્રેક રીપેરીંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.
- 11:15 AM • 28 Aug 2024
ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લા પાણી-પાણી થયા છે. સાતમ-આઠમના તહેવારમાં પડેલા અનરાધાર વરસાદથી અનેક નદી-નાળા છલકાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવાની નજીક પહોંચ્યો છે. તો રાજ્યના 96 જેટલા ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 19 ડેમ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યના 96 ડેમ હાઈ એલર્ટ પર
સરદાર સરોવર ડેમ હાલમાં કુલ કેપેસિટીના 86.97 ટકા સુધી ભરેલો છે. ડેમમાં પાણીનું લેવલ 134.73 મીટર છે, જ્યારે ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 138.68 મીટર સુધીની છે. આ ઉપરાંત રાજ્યના 207માંથી 77 ડેમો સંપૂર્ણ છલોછલ થઈ ગયા છે. જેમાંથી 96 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આમાંથી મોટા ડેમની વાત કરવામાં આવે તો જામનગરનો Und-I ડેમ અને મોરબીના મચ્છુ-2 ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે છોટા ઉદેપુરના સુખી, મહિસાગરના કડાણા ડેમ, મહિસાગરના પાનમ ડેમ, તાપીના ઉકાઈ ડેમ માટે અલર્ટ અને અરવલ્લીના વાત્રક ડેમ માટે વોર્નિંગ જાહેર કરાઈ છે.
કયા ઝોનમાં કેટલા ડેમ છલોછલ થયા?
ઉત્તર ગુજરાતમાં આવેલા 15 ડેમમાંથી માત્ર 1 જ ડેમ છલોછલ થયો છે, જ્યારે બાકીના ડેમ હજુ ખાલી છે. કુલ 15 ડેમોમાં 39.48 ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં 17માંથી 6 ડેમ છલકાઈ ગયા છે અને તમામ ડેમોમાં સરેરાશ 87.75 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 78.46 ટકા પાણીનો જથ્થો છે અને 9 ડેમ છલકાઈ ગયા છે. કચ્છમાં 20 ડેમોમાં સરેરાશ 61.39 ટકા પાણી છે અને 9 ડેમ છલોછલ થઈ ગયા છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 66.45 ટકા પાણી છે અને 52 ડેમો સંપૂર્ણ રીતે છલકાઈ ગયા છે.
Loaded: 5.58%
- 11:14 AM • 28 Aug 2024Gujarat Rain: દ્વારકામાં 25 લોકોને સલામત સ્થળોએ ખસેડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ પડતાં YKGN સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને જરૂર જણાયે તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
- 10:15 AM • 28 Aug 2024Vadodara Rain: રસ્તા પર મગર દેખાતા લોકોમાં ફફડાટ
વડોદરાના વારસિયા વિસ્તારમાં એક મગર બગીચામાં ફરવા નીકળ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે મગરો શહેરમાં આવ્યા હતા. જોકે, રેસ્ક્યુ ટીમે મગરને પકડીને વન વિભાગને સોંપ્યો હતો.
- 10:08 AM • 28 Aug 2024જામનગર જિલ્લામાં 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, છેલ્લા 24 કલાકમાં તા.27 ઓગસ્ટના સવારના 6 વાગ્યાથી તા.28 ઓગસ્ટ સવારના 6 વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઈંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
- 10:07 AM • 28 Aug 2024PM મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત
ગુજરાતમાં ભારે વરસાદને પગલે પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ અંગે ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી. માનનીય પ્રધાનમંત્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.
- 10:03 AM • 28 Aug 2024ગોંડલની કોલપરી નદીમાં ઈકો કાર તણાઈ
ગોંડલ તાલુકાના વાસાવડથી મોટી ખીલોરી જવાના માર્ગ પર કોલપરી નદીના બેઠા પુલ પરથી ઈકો કાર તણાઈ હતી. ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરતા કાર મળી આવી છે. પરંતુ, કારમાં સવાર ત્રણ લોકો લાપત્તા થતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
- 10:03 AM • 28 Aug 2024આ ટ્રેનો સંપૂર્ણપણે રદ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12934/12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
- 28મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20947/20950 એકતાનગર-અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09496/09495 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ 28 ઓગસ્ટ 2024
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09274 અમદાવાદ-વડોદરા મેમુ
- ટ્રેન નંબર 09318 આણંદ - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09319 વડોદરા - દાહોદ મેમુ
- ટ્રેન નંબર 09161/01962 વડોદરા – વલસાડ – 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09079 સુરત - વડોદરા મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09155 સુરત - વડોદરા મેમુ
- ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ 28 ઓગસ્ટ 2024ની ગુજરાત ક્વીન
- ટ્રેન નંબર 20959 વલસાડ - 28 ઓગસ્ટ 2024ની વડનગર સુપરફાસ્ટ
- ટ્રેન નંબર 12929/12930 વડોદરા – વલસાડ – 28 ઓગસ્ટ 2024ની વડોદરા સુપરફાસ્ટ
- ટ્રેન નંબર 09393 આણંદ - 28મી ઓગસ્ટ 2024ની ગોધરા મેમુ
- ટ્રેન નંબર 09396/09395 આણંદ - ગોધરા - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
- ટ્રેન નંબર 09349 આણંદ - 28 ઓગસ્ટ 2024 ના ગોધરા મેમુ
- ટ્રેન નંબર 09282 ગોધરા - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
- ટ્રેન નંબર 09133/09134 આણંદ - ગોધરા - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
- ટ્રેન નંબર 09350 દાહોદ - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
- ટ્રેન નંબર 09387 / 09388 આણંદ - ડાકોર - 28 ઓગસ્ટ 2024 ના આણંદ મેમુ
- ટ્રેન નંબર 09300 આણંદ - 28 ઓગસ્ટ 2024 ના ભરૂચ મેમુ
- ટ્રેન નંબર 09299 ભરૂચ - 29 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
- ટ્રેન નંબર 09395 આણંદ - 28 ઓગસ્ટ 2024 ના ગોધરા મેમુ
- ટ્રેન નંબર 09394 ગોધરા - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
- ટ્રેન નંબર 09392 ગોધરા - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
- ટ્રેન નંબર 09320 દાહોદ - 28 ઓગસ્ટ 2024નું વડોદરા મેમુ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09317 વડોદરા - દાહોદ મેમુ
- ટ્રેન નંબર 09105/09106 વડોદરા - દાહોદ - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
- ટ્રેન નંબર 09156/09155 વડોદરા - સુરત - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
- ટ્રેન નંબર 09080 વડોદરા - 28 ઓગસ્ટ 2024ની ભરૂચ મેમુ
- ટ્રેન નંબર 09082 ભરૂચ - સુરત મેમુ 28 ઓગસ્ટ 2024
- 10:02 AM • 28 Aug 2024Rajkot Rain: ભાદર-1 ડેમ ઓવરફલો
રાજકોટ: ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી ડેમમાં 50362 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ભાદર-1 ડેમના 26 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે. કુલ 29 દરવાજા છે, જેમાંથી ડેમના 26 દરવાજા ખોલીને 50362 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમ ઓવરફલો થતા નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. તો નદીના પટમાં અવરજવર નહીં કરવાની તંત્રએ સૂચના આપી છે.
- 10:01 AM • 28 Aug 2024Gujarat Rain Forecast : આજે કેટલા જિલ્લાઓમાં રેડએલર્ટ?
Gujarat Rain Forecast : આજે ગુજરાતના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ વરસી શકે છે.
- 09:59 AM • 28 Aug 2024Gujarat Rain: 24 કલાકમાં 250 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. મેઘરાજાએ સાતમ-આઠમના તહેરવાનોની મજા બગાડી છે. ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાક લોકમેળાઓ પણ રદ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે મંગળવારે સવારના 6 વાગ્યાથી બુધવારે સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો રાજ્યના 250 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો છે. ખંભાળિયામાં 24 કલાકમાં 454 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરમાં 387 મિમિ વરસાદ નોંધાયો છે. જામધોધપુરમાં 329 મિમિ, લાલપરમાં 324 મિમિ, રાણાવાવમાં 292 મિમિ, કાલાવાડમાં 284, લોધિકામાં 268 મિમિ વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT