અમદાવાદમાં એક કલાકથી ધોધમાર વરસાદ ચાલુ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આજે રાજ્યભરમાં મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં મેઘરજમાં આજે બપોર સુધીમાં જ 6.5…
ADVERTISEMENT
અમદાવાદ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આજે રાજ્યભરમાં મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં મેઘરજમાં આજે બપોર સુધીમાં જ 6.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. બીજી તરફ અમદાવાદમાં બપોર બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પશ્ચિમ તથા પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. સતત અડધા કલાકથી વરસતા વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જ્યારે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
એસ.જી હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા
અમદાવાદમાં બપોર બાદ ઘાટલોડિયા, રાણીપ, વાડજ, જોધપુર, વસ્ત્રાપુર, નવરંગપુરા, પંચવટી, શ્યામલ, વેજલપુર, પાલડી, ગીતામંદિર, અલિસબ્રિજ, જમાલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બીજી તરફ એસ.જી હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે પંચવટી ખાતે પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જ્યારે 15મી ઓગસ્ટની રજામાં બપોર બાદ બહાર નીકળેલા શહેરીજનોને ભિંજાયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ADVERTISEMENT
મેઘરજમાં 6.5 ઈંચ વરસાદથી રસ્તો બંધ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આજે વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ બપોર સુધીમાં જ આજે 6.5 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે મોડાસા-મેઘરજ રોડ પર નાથવાસ ખાતે પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કચ્છના ભુજમાં, વ્યારા, ઉમરપાડામાં પણ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
આવતીકાલ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે 15મી ઓગસ્ટ તથા આવતીકાલે 16મી ઓગસ્ટે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિતેશ સુતરિયા)
ADVERTISEMENT