સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવા પડ્યા, 5 લાખ ક્યૂસેક પાણી છોડાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં તોતિંગ વધારો નોંધાયો છે. આના પગલે હવે ડેમની જળ સપાટી પર કાબૂ મેળવવા માટે સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા 2.90 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન 5 લાખ ક્યૂસેક પાણીને છોડાયું છે. અત્યારે ભરૂચ ગોલ્ડર બ્રિજ પર પાણીનું સ્તર ભયજનક સપાટીથી માત્ર ફૂટ ઓછું જ છે.

નર્મદા ઘાટીના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વળી ઓમકારેશ્વર ડેમમાંથી છોડાતા પાણીથી સરદાર સરોવર જળાશય ભરાઈ ગયું છે. તેને અનુલક્ષીને મંગળવારે સાંજના 5 વાગ્યા સુધી સરદાર સરોવર ડેમના ગેટ્સ 2.25 મીટર ખોલી દેવાયા હતા. તેમાંથી 3.50 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. વધુ ઊંચાઈ સુધી ગેટ ખોલ્યા પછી તેમાં થઈને નદીમાં છોડવામાં આવતાં પાણીનું પ્રમાણ વધીને 4.50 લાખ ક્યુસેક આસપાસ થઈ જવાની સંભાવના હચી. મંગળવારે નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 4,95,000 ક્યુસેક રહી હતી.

ADVERTISEMENT

સ્થાનિકોને સાવચેત કરાયા
નર્મદા નદીમાં સતત પાણીની આવકમાં વધારો થતા વડોદરા જિલ્લાના કરજણ, ડભોઇ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે તંત્ર દ્વારા સાવચેતી અને સતર્કતા રાખવા સુચના આપવામાં આવી છે. આની સાથે જ લોકોને નદીમાં નાહવા, કિનારા પાસે ઢોર લઈ જવા જેવી પ્રવૃત્તિઓ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT