Gujarat Rain: વલસાડમાં ફરી મેઘરાજાની ધબધબાટી, 7 ઈંચ વરસાદથી જળબંબાકાર, 47 રસ્તાઓ બંધ

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Valsad Rainfall: મોડી રાતથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં મધરાત 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચે સાત ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદના 60 ટકાથી વધુ વરસાદ થયો છે. વલસાડમાં આટલા વરસાદને કારણે રેલ્વે અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ છે. આ ઉપરાંત જિલ્લાના 47 રસ્તાઓ પાણી ભરાવા અથવા નુકસાનને કારણે બંધ કરવામાં આવ્યા છે.

અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ

નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ત્રણ દિવસ બાદ વ્યાપક વરસાદ થયો હતો. સાપુતારમાં ગઈકાલે રાત્રે 3 ઈંચ વરસાદ પડતાં અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંબિકા નદી પર બનેલા ચીખલડા, સુસરડા અને આંબાપાડામાં નીચાણવાળા પુલ પર પૂરની અસર જોવા મળી રહી છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને અહીં નદી પાર કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પ્રવાસીઓમાં ફેવરિટ ગીરા ધોધ આજે તેના ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો. પ્રશાસને ધોધની નજીક જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુરેલને જોડતો રસ્તો, ડાંગ જિલ્લાના ઉગાચીચપાડથી આંબાપરાને જોડતા રોડ પર ટેમ્પો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો, સ્થાનિક ગ્રામજનોએ નદીમાં ફસાયેલા ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનર બંનેનો જીવ બચાવ્યો હતો.

વાપીમાં ભારે વરસાદને કારણે અંડરપાસ ડૂબી ગયો

મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે વાપીમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર્વ અને પશ્ચિમને જોડતો મુખ્ય અંડરપાસ પાણીથી ભરાઈ ગયો છે, જેના કારણે તેને બંધ કરવો પડ્યો હતો. આ સ્થિતિએ સ્થાનિક રહીશો અને રોજીંદા મુસાફરોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. રાતભરના વરસાદને કારણે અંડરપાસમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. અંડરપાસ બંધ થવાને કારણે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડે છે.

ADVERTISEMENT

નગર પાલિકા પાણી કાઢવામાં લાગી

વાપી નગરપાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓ આખી રાતથી પાણી હટાવવાની કામગીરીમાં લાગેલા છે. જો કે, તમામ ડીવોટરિંગ પંપ નિષ્ફળ ગયા છે, જેના કારણે પરિસ્થિતિને નિયંત્રિત કરવી વધુ પડકારરૂપ બની છે. નગરપાલિકાની ટીમે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના પંપની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે અને સ્થાનિક વહીવટીતંત્રને મદદ માટે અપીલ પણ કરી છે.

અંડરપાસ બંધ થવાના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા બાળકો, ઓફિસ જતા કર્મચારીઓ અને વેપારીઓને તેમના રોજિંદા કામમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, અમે દરરોજ આ અંડરપાસ પરથી પસાર થઈએ છીએ, પરંતુ હવે અમારે લાંબું અંતર કાપવું પડે છે, જેના કારણે સમય અને પૈસા બંનેનો વ્યય થઈ રહ્યો છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ કૌશિક જોશી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT