ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડ્રોન કેમેરા નજરે જુઓ ગીરાધોધનો અદભૂત નજારો
રોનક જાની/ડાંગ: રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બુધવાર મોડી રાતથી ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે,…
ADVERTISEMENT
રોનક જાની/ડાંગ: રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બુધવાર મોડી રાતથી ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થતા ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર ધોધ અને ઝરણાઓ ફરી વહેતા થયા છે. અંબિકા નદી પરનો ગીરાધોધ પણ નદીમાં પાણીની ભારે આવકના પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં ગીરાધોધની સુંદરતા મનમોહક જોવા મળી રહી છે.
આહવામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ
ડાંગ જિલ્લાના ઉપરવાસમાં રાત્રી દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે રાત્રે 2 થી સવારે 6 સુધી 4 કલાકમાં આહવામાં 3 ઇંચ, સાપુતારા 1.5 ઇંચ, સુબિર 1.5 ઇંચ, વઘઇમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જિલ્લાની પૂર્ણા, અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીમાં જળસ્તર વધતા માયાદેવી મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
અંબિકા નદી પર ગીરાધોધનું રૌદ્ર રૂપ
તો બીજી તરફ અંબિકા નદી ઉપર ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો હતો. એવામાં સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટી તંત્રની અપીલ કરવામાં આવી છે. પૂર્ણા નદીમાં કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક જોતા નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં વધવાની શકયતા છે.
ADVERTISEMENT
ડ્રોન કેમેરાની નજરે જુઓ ગીરાધોધનો નજારો#giradhodh #Dang #Saputara pic.twitter.com/oiRif39jWg
— Gujarat Tak (@GujaratTak) July 27, 2023
ADVERTISEMENT