બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ, અમદાવાદ-પાલનપુર હાઈવે પર પાણી ભરાતા એકબાજુનો માર્ગ બંધ
બનાસકાંઠા: ગુરુવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ઘણો વિનાસ વેર્યો. આ બાદ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ શુક્રવારે…
ADVERTISEMENT
બનાસકાંઠા: ગુરુવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ઘણો વિનાસ વેર્યો. આ બાદ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ શુક્રવારે રાતથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ અને ભારે પવનથી વ્યાપક નુકસાન થયું છે. બનાસકાંઠામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ જતા હાઈવે સહિતના રોડ બંધ કરવા પડ્યા છે, તો રસ્તાઓ પર પણ ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
પાલનપુર-અંબાજી રોડ પર પાણી ભરાયા
બનાસકાંઠામાં ભારે વરસાદથી અમદાવાદ-પાલનપુર હાઈવે પર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે. એવામાં હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પાલનપુર-અંબાજી હાઈવે પર પણ આવી જ સ્થિતિ છે. અંબાજી હાઈવે ભારે વરસાદ બાદ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે લોકોને પણ અટવાઈ ગયા છે. અંબાજી દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી આવી રહી છે. એવામાં અંબાજી-દાંતા હાઈવે પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
ADVERTISEMENT
થરાદમાં ST સ્ટેન્ડમાં પાણી ભરાયા
થરાદમાં પણ ભારે વરસાદ બાદ રસ્તાઓ નદી બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. થરાદમાં ST બસ સ્ટેન્ડમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 150થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગયા છે. તો કેટલાય વીજપોલ ધરાશાયી થયા છે. એવામાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે.
ADVERTISEMENT
સરસ્વતીનો કુંડ ઓવરફ્લોબનાસકાંઢામાં આવેલા કોટેશ્વર મહાદેવ ખાતે સરસ્વતી નદીનો કુંડ ઓવરફ્લો થઈ ગયો છે. અંબાજીથી 7 કિલોમીટર દૂર સરસ્વતીનું ઉદગમ સ્થાન કોટેશ્વર ધામ આવેલું છે. બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર સતત બીજા દિવસે પણ યથાવત છે. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીનું કુંડ ઓવરફ્લો થતા પાણી વહેતું થયું હતું.
ADVERTISEMENT
સાબરકાંઠામાં પણ વરસાદ
બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વડાલી, ઈડર તેમજ પોશીનામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર તથા પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT