કચ્છમાં વાવાઝોડું ત્રાટકે તેના 48 કલાક પહેલા અમરેલીમાં અસર શરૂ, અનેક ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
હિરેન રવિયા/અમરેલી: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15મી જૂને વાવાઝોડું નલિયા અને માંડવી…
ADVERTISEMENT
હિરેન રવિયા/અમરેલી: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15મી જૂને વાવાઝોડું નલિયા અને માંડવી વચ્ચે ટકરાશે. જોકે વાવાઝોડું ગુજરાત પહોંચે તેના 48 કલાક પહેલાથી જ તેની અસર શરૂ થઈ ગઈ છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.
આમરેલી-ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
અમરેલી – ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભા ગીરના પચપચીયા, રબારીકા, સાળવા, કંટાળા, ભાણીયા, ધુંધવાના સહિત ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.
રાજુલા-જાફરાબાદના ધારાસભ્યએ દરિયાદેવને પુજા કરી
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની આફતને લઈને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દરિયા દેવની પૂજા-અર્ચના કરીને દરિયા દેવને શાંત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. ગુજરાત પર વાવાઝોડાની દહેશતને લઈને નેતાઓ પણ હવે ભગવાનને શરણે પહોંચ્યા છે. ભગવાન હવે આ વાવાઝોડું શાંત કરે તે માટે હીરા સોલંકી સહિત માછીમારોએ દરિયા દેવને ફૂલ પધરાવીને પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT
ભાવનગરના રેન્જ IG પીપાવાવ પોર્ટ પહોંચ્યા
તો બીજી તરફ બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોની સમીક્ષા કરવા ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટના કિનારે પહોંચ્યા હતા. તેમણે કોસ્ટ ગાર્ડ, પ્રાંત કલેકટર, DySP, મામલતદાર સહિતના અધિકારીઓ સાથે વાત કરીને શિયાળ બેટ, ચાંચ બંદર, વિકટર, પીપાવાવ પોર્ટ સહિતની માહિતીઓ મેળવી હતી. દરિયાઈ સુરક્ષા કરતા જવાનોને પોલીસ તંત્રે એલર્ટ રાખીને અસરગ્રસ્ત થવાના ગામડાઓમાં પોલીસ સાથે મેડિકલ ટીમો ખડેપગે રાખી છે. રાજુલા ના પીપાવાવ પોર્ટ બાદ જાફરાબાદ બંદર પર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નિરીક્ષણ કરવા નીકળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT