સુરતના કુંભારિયા ગામમાં પાણીમાં ડૂબ્યા ઘર, લોકો તાળા મારી અન્યત્ર રહેવા રવાના

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના કુમરીયા ગામને પણ ખાડીના પાણી ભરાઈ ગયા છે. કુમરીયા ગામના અનેક ગરીબોના ઘરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આ મકાનોમાં રહેતા ગરીબ પરિવારો તેમના ઘરમાં પાણી ઘુસી જતાં તેઓ અન્ય જગ્યાએ રહેવા ગયા છે. કુમરીયા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીનું પાણી લોકો માટે મુશ્કેલીરૂપ બન્યું છે.

આણંદમાં યુવાનને બાથરૂમમાં જ આવી ગયો એટેક, દરવાજો તોડ્યો તો…

વરસાદ પડે એટલે ઘર છોડીને જતુ રહેવું પડે છેઃ સ્થાનીક
પાણીમાં ડૂબી ગયેલા ઘરોની આ તસવીર સુરતના કુંબારિયા ગામની છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ રોડની બાજુમાં ગામમાં બનેલા ગરીબ લોકોના ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાડીના પાણી ઘરોની છત સુધી પહોંચી ગયા છે. અહીં રહેતા એક પરિવારના મોહનભાઈ જણાવે છે કે, છેલ્લા ઘણા સમયથી દરેક વરસાદી ઋતુમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને આ પરિસ્થિતિમાં તેઓએ ઘર-ઘર છોડીને અન્યત્ર રહેવા જવું પડે છે. સુરત શહેરનો વિકાસ મોટી ઈમારતોના નિર્માણ બાદ થયો છે, તો તેનું ચિત્ર અહીં ગામમાં પણ જોવા મળી રહ્યું છે. ગામમાં જ્યાં એક તરફ ગરીબોના ઘર છે તો બીજી બાજુ બિલ્ડરો દ્વારા બનાવેલી મોટી ઇમારત છે. બિલ્ડીંગમાં રહેતા લોકોને અહીંથી રસ્તો ક્રોસ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે ગામડાઓમાં રહેતા લોકોને તેમના ઘર પાણીમાં ગરકાવ થઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

બિલ્ડરોના પાપે લોકો દંડાયા
મોનસુનની શરૂઆત થઈ છે ત્યારે સુરતની કાકરાપાર ખાડી ઉભરાઈ ગઈ છે. જેના કારણે ખાળીના આસપાસના વિસ્તારોમાં ખાડીનું પાણી ફરી વળ્યું છે. સુરત સિટીમાં ખાડી પ્રવેશે છે એ પહેલા નવા ડેવલપમેન્ટ વિસ્તારોમાં મોટા મોટા ટેક્સટાઇલ માર્કેટો બનાવવામાં આવ્યા છે અને કેટલાક માર્કેટોનું કામ હજુ ચાલુ છે. ખાડીના કિનારે બિલ્ડરો દ્વારા પુરાણ કરવામાં આવ્યું હોવાનો દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં ખાડીના પાણીના વહેણ નાનું થઈ ગયું હોયએ પણ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે. સુરતના સારોલી વિસ્તારમાં જ આવી એક તસવીર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે ખાડીમાં એક જગ્યાએ વચ્ચે બિલ્ડરો દ્વારા પતરા મારવામાં આવ્યા છે. જેના કારણે ખાડીના પાણીને જે વહેણ જોઈએ એ મળતું નથી અને ખાડીનું પાણી બેક જાય છે અને ગામડા વિસ્તારમાં ખાડીનું પાણી ઘરોમાં ઘૂસી જાય છે. ગુજરાત તકની ટીમે આ એક્સક્લુઝિવ દ્રશ્યો પોતાના કેમરા માં કદ કરી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT