આવતી કાલે ગુજરાતનાં દરિયાકાંઠાના જિલ્લાઓને ધમરોળશે વરસાદ, SDRF ની ટીમો સ્ટેન્ડ બાય
ગાંધીનગર : સૌરાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા…
ADVERTISEMENT
ગાંધીનગર : સૌરાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. સરદાર સરોવર જળાશયમાં સંગ્રહ શકિતના 97.10% પાણીનો સંગ્રહ થયો છે. SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરની હાજરીમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.
રાહત કમિશ્નરે બેઠક બોલાવી
રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
જે મુજબ આગામી તા.14 સપ્ટેમ્બર રોજ સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા 15 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની શક્યતા છે. જો કે સરકાર દ્વારા અત્યારથી જ તમામ આનુષાંગિત તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
સિંચાઇ વિભાગ દ્વારા આપવામાં આવી માહિતી
સિંચાઈ વિભાગના અધિકારીએ આ બેઠકમાં રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 324375 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 97.10% છે. રાજયનાં 206 જળાશયોમાં 476235 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 85.32% છે. હાલમાં રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર છે. 16 જળાશય એલર્ટ ૫ર તેમજ 17 જળાશય વોર્નીગ ઉ૫ર છે.
કૃષિ વિભાગના અધિકારીઓએ પણ માહિતી આપી
કૃષિ વિભાગના અધિકારીએ રાજ્યમાં થયેલા વાવેતર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 12 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 84,16,795 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 82,83,010 હેક્ટર વાવેતર થયું હતુ. રાજયમાં હાલ NDRFની ૮ ટીમો ડીપ્લોય કરાઇ છે. જેમાં ભરૂચ-1, ભાવનગર-1, ગીર સોમનાથ-1, કચ્છ-1, નર્મદા-1, નવસારી-1, રાજકોટ-1,સુરત-1 NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 5 એમ કુલ-07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની કુલ-11 ટીમ સ્ટેન્ડબાય છે.
ADVERTISEMENT
આનુષાંગિક તમામ વિભાગોને હાજર રાખવામાં આવ્યા
આ બેઠકમાં કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF તથા ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર(મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT