ગુજરાતમાં આગામી 2 દિવસ ‘ભારે’: સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ખેડૂતો ચિંતાતૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી વધી છે. આ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

આવતીકાલથી પલટાઈ શકે છે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં આવતીકાલથી જ કેટલાક વિસ્તારોનું હવામાન પલટાઈ શકે છે અને હળવો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે.

ક્યા પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને દીવમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

ADVERTISEMENT

9 જાન્યુઆરીએ આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

જ્યારે 9 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ખેડૂતોની વધી ચિંતા

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT