ગરમી ચઢી જતા દર્દીએ અચાનક જામનગરની જીજી હોસ્પિટલને લીધી માથેઃ જુઓ Video, માંડ આવ્યો કાબુમાં

ADVERTISEMENT

heat in Gujarat, summer in Gujarat, Youth video, G G Hospital video
heat in Gujarat, summer in Gujarat, Youth video, G G Hospital video
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં માનસિક અસ્થિર યુવકો થાંભલે કે ગમે ત્યાં ચડી ગામ ગજવતા હોય છે. તાજેતરમાં જ આણંદમાં એક માનસિક અસ્થિર યુવતી જાહેર માર્ગ પર હોર્ડિંગ્સ પર ચડી ગઈ હતી. તેને માંડ માંડ ઉતારવામાં આવી હતી. ત્યારે આવો વધુ એક વીડિયો સામે આવ્યો છે જામનગરથી. એમાં એક યુવક હોસ્પિટલમાં દવા લેવા જાય છે અને અચાનક માનસિક સંતુલન ગુમાવી બેસે છે. તે ખુરશીઓ હવામાં ફંગોળીને આખી હોસ્પિટલ માથે લે છે, ત્યારે સિક્યોરિટી ગાર્ડ અને હાજર અન્ય વ્યક્તિઓ માંડ માંડ તેને શાંત કરે છે.

 

બાગેશ્વર બાબાને લઈ નીતિન પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

સિક્યુરિટીએ કરવી પડી ટીંગાટોળી
ખુરશીઓ સહિત જે હાથમાં આવ્યું એના છુટ્ટા ઘા કરતો યુવકનો વીડિયો સામે આવ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલનો આ વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં સોમવારે એક યુવક માનસિક વિભાગમાં દવા લેવા આવે છે. ત્યારે તેને ગરમી ચડી જતાં તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને હોસ્પિટલમાં તોફાન કરે છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવક ખુરશીઓ સહિત જે હાથમાં આવેએ લઇને છુટ્ટા ઘા કરવા માંડે છે અને લઇને હોસ્પિટલમાં દોડધામ મચી જાય છે. સિક્યોરિટી સહિત અન્ય લોકો તેને ટીંગાટોળી કરીને બહાર લઇ જઇને શાંત કરે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT