આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની દુકાન પર હુમલો, પોલીસ થઈ દોડતી; સમગ્ર ઘટના CCTVમાં કેદ

ADVERTISEMENT

અંબાજીમાં અસામાજિક તત્વો બેફામ
Banaskantha News
social share
google news

Banaskantha News: બનાસકાંઠાના અંબાજી (Ambaji)માંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વિસનગરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel)ના મોટાભાઈની અંબાજીમાં આવેલી મેડિકલ સ્ટોર પર ગઈકાલે સાંજે કેટલાક અસમાજિક તત્વો દ્વારા હુમલો કરીને પથ્થરમારો કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, આ મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

મેડિકલ સ્ટોર પર પથ્થરમારો 

મળતી માહિતી અનુસાર,  ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનાના મોટાભાઈ  જીતુ પટેલના મેડિકલ સ્ટોર ઉપર ગઈકાલે સાજે 5-6 જેટલા શખ્સો આવ્યા હતા અને સ્ટોરના કર્મચારી સાથે ગાળાગાળો કરવા લાગ્યા હતા. જોકે, આ  શખ્સોને અપશબ્દો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદ આ તમામે  મેડિકલ સ્ટોરમાં ઘુસી મેડિકલ સ્ટોરના કર્મચારીને માર માર્યો હતો. 

કર્મચારીને માર્યો માર

બાદમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો હતો. અસમાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં મંત્રીનો પરિવાર જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે?

ADVERTISEMENT

 

પોલીસ શરૂ કરી તપાસ

આ પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમ બનાવવામાં આવી છે. તો સ્થાનિકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અંબાજીમાં નવા પીઆઈ (પોલીસ ઈન્સ્પેક્ટક) આવ્યા બાદ ક્રાઈમની ઘટનામાં સતત વધારો થયો છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT