ગુજરાતમાં કોરોના બાદ અચાનક કેમ વધ્યા હાર્ટ એટેકના બનાવો? સ્વાસ્થ્ય મંત્રીએ પહેલીવાર જણાવ્યું કારણ
Heart Attack: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે, જે લોકો અગાઉ ગંભીર કોવિડ-19 સંક્રમણથી…
ADVERTISEMENT
Heart Attack: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે, જે લોકો અગાઉ ગંભીર કોવિડ-19 સંક્રમણથી પીડિત હતા તેઓએ હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ મહેનત ન કરવી જોઈએ.
હાર્ટ એટેકથી બનાવો વધતા સરકાર એલર્ટ
ગુજરાતમાં તાજેતરમાં હાર્ટ એટેક સંબંધિત સમસ્યાઓના કારણે કેટલાય લોકોના મોત થયા છે, જેમાં નવરાત્રિના તહેવાર દરમિયાન ‘ગરબા’ રમવા દરમિયાન એટેક આવવાની ઘટના પણ સામેલ છે. આ પછી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ‘કાર્ડિયોલોજિસ્ટ’ સહિતના તબીબી નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. ઋષિકેશ પટેલે નિષ્ણાંતોને કારણો અને સારવાર શોધવા માટે મૃત્યુનો ડેટા એકત્રિત કરવા જણાવ્યું હતું.
કસરત, દોડવા અને વર્કઆઉટથી દૂર રહો
રવિવારે ભાવનગરની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “ICMRએ વિગતવાર અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ, જે લોકો અગાઉ ગંભીર કોવિડ-19 સંક્રમણથી પીડિત હતા તેમણે વધુ પડતી મહેનત કરવી જોઈએ નહીં. “તેઓએ (અગાઉ ચેપગ્રસ્ત લોકો) હાર્ટ એટેકથી બચવા માટે સખત કસરત, દોડવા અને વર્કઆઉટ્સથી એક કે બે વર્ષ દૂર રહેવું જોઈએ.”
ADVERTISEMENT
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકના બનાવોએ ચિંતા જન્માવી છે. નાની ઉંમરમાં જ યુવાઓ ક્યારેક ઊંઘમાં તો ક્યારેક ક્રિકેટ મેદાનમાં ઢળી પડીને મોતને ભેટી રહ્યા છે. અચાનક નાની ઉંમરમાં આ રીતે યુવાનોના મોતથી લોકો પણ ચિંતિત બન્યા છે. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં રાજ્યની મુલાકાત દરમિયાન આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT