Latest News: મરચું ખરીદતા પહેલાં ચેતજો! બોટાદમાંથી મોટા પ્રમાણમાં નકલી લાલ મરચાનો જથ્થો ઝડપાયો

ADVERTISEMENT

Latest Botad News
મોટા પ્રમાણમાં નકલી મરચાનો જથ્થો પકડાયો
social share
google news

Gujarat Latest News: આજકાલ બજારોમાં અનેક પ્રકારની નકલી વસ્તુઓ જોવા મળી રહી છે. જેને લઈને ફૂડ વિભાગ દ્વારા પણ વારંવાર દરોડા પાડવામાં આવતા હોય છે, જેમાં હજારો કિલો આવી અખાધ્ય વસ્તુઓ ઝડપી પાડવામાં આવતી હોય છે. ત્યારે બોટાદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદ શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભેળસેળ યુક્ત સૂકા દળેલા લાલ મરચાનો જથ્થો ઝડપાયો છે. બોટાદ SOG પોલીસે બાતમીના આધારે શહેરમાં આવેલ GIDC વિસ્તારમાંથી પ્લોટ નંબર 24 માંથી જથ્થો પકડી પડ્યો છે. 

મોટા પ્રમાણમાં નકલી મરચાનો જથ્થો પકડાયો 

બોટાદ શહેરમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં લાલ મરચાના વેપારી ભરતભાઇ ગોપાળભાઈ દેગામાને ત્યાંથી મોટા પ્રમાણમાં ભેળસેળ વાળો માલ પકડ્યો હતો. માહિતીના આધારે  દળેલા મરચાંના પાવડરમાં ચેક કરતા તેમાં મકાઈનો લોટ અને કલરની ભેળસેળ વેચતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2438 કિલો મરચાનો જથ્થો ઝડપી કુલ રૂ.4,87,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો કર્યો છે. 


 અગાઉ પણ નકલી લાલ મરચાનો જથ્થો ઝડપાયો હતો 


 અગાઉ વડોદરામાં SOG અને પાલિકા આરોગ્ય શાખા દ્વારા હાથિખાના માર્કેટમાં શંકાના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન એક વેપારી પાસેથી શંકાસ્પદ ડુપ્લીકેટ મરચાના પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વેપારી દ્વાવા 120 રૂપિયે કિલો મરચા પાવડર વેચતા શંકાઓ ઉભી થઇ હતી. આથી SOG અને પાલિકા આરોગ્ય શાખા દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં 200 કિલો જેટલા નકલી મરચાના પાવડરનો જથ્થો મળી આવતા SOG અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

(ઈનપુટ: રઘુવીર મકવાણા, બોટાદ)

    follow whatsapp

    ADVERTISEMENT