H3N2 ને કારણે દેશમાં હાહાકાર:2 મોત બાદ મંત્રીની પત્રકાર પરિષદ, કેસ ઘટવા અંગે આપી માહિતી
નવી દિલ્હી : H3N2 વાયરસના કારણે મૃત્યુઆંક વધવાને કારણે સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. તે તેના કેસ પર સતત નજર રાખી રહી છે.…
ADVERTISEMENT
નવી દિલ્હી : H3N2 વાયરસના કારણે મૃત્યુઆંક વધવાને કારણે સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. તે તેના કેસ પર સતત નજર રાખી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે H3N2ને કારણે અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. જો કે માત્ર બેના મોતની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે શુક્રવારે સાંજે એક નિવેદન જારી કરીને વાયરસથી વધેલા તણાવને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ)ને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
રિયલ ટાઇમના આધારે કેસોનું ટ્રેકિંગ કરાઇ રહ્યું છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે, રીઅલ ટાઇમ આધાર પર IDSP નેટવર્ક દ્વારા રાજ્યોમાં કેસોનું નિરીક્ષણ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. મોસમી ઈન્ફલ્યુએન્ઝાના H3N2 પેટાપ્રકારના કેસો પર ખુબ જ બારીકીથી નજર રાખવામાં આવી રહી છે. મંત્રાલયનો દાવો છે કે, માર્ચના અંત સુધીમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં ઘટાડો થવાની ધારણા છે. તે જ સમયે, મનસુખ માંડવિયાએ ઈન્ફ્લુએન્ઝા વાયરસના વધતા જતા કેસ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જોકે સરકારે કર્ણાટક અને હરિયાણામાં વાયરસના કારણે એક-એક મૃત્યુની પુષ્ટિ કરી છે, બાકીના ચાર લોકોના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
કર્ણાટક,પંજાબ અને હરિયાણામાં મોત બાદ સફાળી જાગી સરકાર
સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મોત સામે આવ્યા છે. જો કે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે. કર્ણાટકના હાસનમાં H3N2 વાયરસના કારણે એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. મૃતક દર્દીની ઓળખ એચ ગૌડા તરીકે થઈ છે. તેઓ 82 વર્ષના હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું. આ પછી તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. 6 માર્ચે IA રિપોર્ટમાં H3N2ની પુષ્ટિ થઈ છે. ફોર્ટિસ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન ડો. વિશાલ ગુપ્તા કહે છે કે આ ઈન્ફલ્યુએન્ઝા પ્રદૂષણને એકત્ર કરતા પરિબળોને કારણે પણ ફેલાય છે. મોટાભાગના લોકો માસ્ક પહેરતા નથી. ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો મળ્યા બાદ લોકો જાતે જ દવાઓ લઈ રહ્યા છે, જેના કારણે બ્રોન્કાઈટિસ જેવા કેસ સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
ICMR દ્વારા લક્ષણો અંગે માહિતી આપવામાં આવી રહી છે
ICMR એ ઉધરસ, ગળામાં ઈન્ફેક્શન તેના લક્ષણોથી બચવા માટે એડવાઈઝરી જારી કરી છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ઈન્ફેક્શન, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું.એઈમ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે, જેના દર વર્ષે આ સમયે દરદીઓ સામે આવે છે. તે એક વાયરસ છે જે સમય જતાં પરિવર્તિત થાય છે. આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કોવિડની જેમ ફેલાય છે. ગુલેરિયા કહે છે કે આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કોવિડની જેમ જ ટીપાં દ્વારા ફેલાય છે. ફક્ત તે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, જેમને પહેલાથી જ આ રોગ છે. સાવચેતી રૂપે માસ્ક પહેરો, વારંવાર હાથ ધોવા, શારીરિક અંતર રાખો.
આ વાયરસના નિરાકરણ માટે આ ઉપાયો ખાસ કરો
જો કે તેને રોકવા માટે એક રસી પણ ઉપલબ્ધ છે.ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે AIIMSના મેડિસિન વિભાગના પ્રોફેસર પીયૂષ રંજને જણાવ્યું કે H3N2 ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે. જેમ કે તાવ, ઉધરસ, શરદી, ગળા, નાક અને આંખોમાં લાંબા સમય સુધી બળતરા. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે રોગપ્રતિકારક શક્તિ જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે ડૉ. વિશાલ ગુપ્તા કહે છે કે લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી જોઈએ અને પોતાને હાઈડ્રેટ રાખવા સિવાય ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા જોઈએ. તેમણે કહ્યું કે દર્દીએ ઠંડુ પાણી, આઈસ્ક્રીમ, ઠંડા પીણા કે તેલયુક્ત ખોરાકનો ઉપયોગ ટાળવો જોઈએ. લોકોએ વિટામિન સી અને ઝિંકનું સેવન કરવું જોઈએ. તેમણે કહ્યું કે દર વર્ષે ઈન્ફલ્યુએન્ઝા રસી લેવાથી આ રોગચાળો અટકાવવામાં મદદ મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT