જૂનિયર ક્લાર્ક બાદ હવે તલાટીનો વારો, હસમુખ પટેલે જણાવ્યું ક્યારે આવશે બંને પરીક્ષાના પરિણામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યભરમાં આજે જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન્યુઆરીમાં પેપર લીક થયા બાદ ફરી વાર આજે પરીક્ષાનું આયોજન કરાયું હતું, જોમાં કોઈ ગેરરીતિ કે પેપર લીકની કોઈ ઘટના સામે ન આવતા ઉમેદવારોએ હાંશકારો અનુભવ્યો હતો. ત્યારે પરીક્ષા પૂરી થયા બાદ GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને પરીક્ષા શાંતિ પૂર્વક માહોલમાં પૂરી થઈ છે. 7 લાખ 30 હજાર ઉમેદવારો એ કોલ લેટર ડાઉન લોડ કર્યા હતા. હાલ પરીક્ષા સાહિ ને સુરક્ષિત પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. 75 હજાર લોકો પરીક્ષા વ્યવસ્થામાં રોકાયેલા હતા.

હવે 30 તારીખે તલાટીની પરીક્ષાનું આયોજન
તેમણે કહ્યું, પ્રશ્ન પત્ર લાંબુ રાખવાના સંકેત આગાઉ આપી દીધા હતા એટલે તમામ ઉમેદવારોને સરખો ન્યાય મળશે. પરીક્ષા માટે તમામ કર્મચારીઓને તાલીમ બદ્ધ કરવામાં આવ્યા હતા. તાલીમમાં મળેલા સુચનો મુજબ આ પરીક્ષા અમલ કરાઈ છે. આ પરીક્ષા પછી 30 એપ્રિલે તલાટીની પરીક્ષા લેવાની પ્રથામિક્તા રહેશે. જુનિયર ક્લાર્ક અને તલાટીનું પરિણામ જૂન આસપાસ આવશે.

તલાટીના કેન્દ્રો માટે કોલેજો મેળવવાની તજવીજ હાથ ધરાઈ
પરીક્ષા કેન્દ્રો મળવાની સમસ્યા અંગે હસમુખ પટેલે કહ્યું, આગળની પરીક્ષા માટે કેન્દ્રો મળી રહ્યા છે. પરંતુ પરીક્ષા કેન્દ્રો માટે કોલેજો મળતી નથી. આ માટે મુખ્ય સચિવ રાજકુમારે કલેકટરોને કોલેજો મેળવવા સૂચના આપી છે. પરીક્ષા માટે કોલેજો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પરીક્ષાના સફળ આયોજન પાછળ સમગ્ર તંત્રની મહેનતથી આ સફળતા મળી છે. તંત્ર એ જીણવટ ભરી SOPની અસરકારક અમલવારી કરી છે.

ADVERTISEMENT

તલાટી માટે હજુ 2700 કેન્દ્ર ખૂટે છે
હસમુખ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષા માટે 5700 કેન્દ્રોની જરૂરિયાત છે. જેની સામે પરીક્ષા માટે હાલ 3022 પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થયા છે. તલાટીની પરીક્ષામાં પણ આ અનુભવનો ઉપયોગ થશે. પરીક્ષા માટે પર્યાપ્ત કેન્દ્રો ઉપલબ્ધ થાય તેવો અમારો પ્રયત્ન રહેશ.

    follow whatsapp

    ADVERTISEMENT