જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ હસમુખ પટેલે કર્યું મહત્વનું ટ્વિટ, જાણો શું છે અપડેટ
ગાંધીનગર: જાન્યુઆરી માસમાં યોજાનાર જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક થવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જુનિયર ક્લાર્કનું પેપર લીક થતાં આશરે 9.50 લાખ જેટલા ઉમેદવારોની…
ADVERTISEMENT
ગાંધીનગર: જાન્યુઆરી માસમાં યોજાનાર જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક થવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જુનિયર ક્લાર્કનું પેપર લીક થતાં આશરે 9.50 લાખ જેટલા ઉમેદવારોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વડ્યું હતું. સવારે પેપર આપવા આવેલા લખો વિધ્યાર્થીઓને નિરાશા સાથે પાછા ફરવું પડ્યું હતું. ત્યારે હવે આ પરીક્ષાને લઈ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી મહત્વની જાહેરાત કરી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હવે કોલલેટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આવતી કાલઠિ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
9 એપ્રિલના રોજ પરીક્ષા લેવાશે
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે જએ પરીક્ષા આગામી 9 એપ્રિલના રોજ યોજાશે. 1,181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું ટ્વિટમાં
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર આવતીકાલે બહાર પાડવામાં આવશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર આવતીકાલે બહાર પાડવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 30, 2023
ADVERTISEMENT
29 જાન્યુઆરીના રદ થઈ હતી પરીક્ષા
અગાઉ 29-01-23 ના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા પેપરલીક થઈ જવાને પગલે લાખો પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા. આ પદ માટે કુલ 1181 ખાલી જગ્યાઓ હતી, જેના માટે લગભગ સાડા નવ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 585, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 104, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગમાં 285, અનુ.જાતિમાં 59, અનસુચિત જનજાતિમાં 148, દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 85 અને માજી સૈનિક માટે અનામતની જગ્યા 104 હતી
ADVERTISEMENT
ફોર્મ ભરતી વખતે માત્ર જનરલ કૅટેગરીમાં આવતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી 100 રૂપિયા ફી ભરવાની હતી. અન્ય વર્ગમાં આવતા કોઈપણ ઉમેદવારો માટે કોઈ જ પરીક્ષા ફી રાખવામાં આવી નહોતી. જનરલ કેટેગરીના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવાની હોય તો તેઓએ 100 રૂપિયા અને સાથે 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ ભરવાનો હતો. આ સાથે જે ઉમેદવારો ફી ભરવાનું ભૂલી ગયા હોય તેમણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન) રૂબરૂ જઈને 500 રૂપિયા ફી ભરવાની હતી.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )
ADVERTISEMENT