તલાટી મંત્રીની પરીક્ષાને લઈ હસમુખ પટેલે કર્યા મહત્વના ટ્વિટ, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષાની તારીખમાં હવે ફેરફાર કરાવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી હતી અને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપી હતી. ત્યારે તલાટી મંત્રીની પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવાનું રહેશે. ત્યારે આ સંમતિ પત્રક ઓનલાઈન મૂકી દેવામાં આવ્યું છે. જેલે લઈ ઉમેદવારોને ફૉર્મ ભરવા હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી ફોરમ ભરવા જણાવ્યું છે.

પરીક્ષા ફોરમ અનેક લોકો ભારે છે પરંતુ પરીક્ષા આપવા ઓછા લોકો પહોંચે છે. આ દરમિયાન પરીક્ષાની વ્યવવસ્થા સાચવવા માટે સરકાર દ્વારા તલાટી મંત્રીની પરિક્ષાથી હવે ઉમેદવારોએ પરીક્ષા આપવા આવતા હોવાનું કનફોર્મેશન લેવાનું શરૂ કર્યું છે. જેને લઈ સંમતિ પત્રક ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન હસમુખ પટેલે એક બાદ એક ટ્વિટ કરી ઉમેદવારોને અપીલ કરી છે.

જાણો શું લખ્યું ટ્વિટમાં
તલાટી કમ મંત્રીની તારીખ 7.5. 2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતિ ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. આ ફોર્મ તારીખ 20 મી એપ્રિલના સવારે 11:00 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.

ADVERTISEMENT


જેને પરીક્ષા આપવી હોય તે સંમતિપત્રક ઝડપથી ભરે, સમય સાત દિવસથી પણ ઓછો છે. પાછળથી ભીડ થશે તો પરીક્ષા આપવા માંગતા હશો તો પણ સંમતિ પત્રક ભરી શકશો નહીં.


સંમતિ પત્રકની રસીદની પ્રિન્ટ પરીક્ષા વખતે લાવવાની જરૂર નથી પરંતુ તેમાં દર્શાવેલ કોડ ની કોલલેટર ડાઉનલોડ વખતે જરૂર પડશે જેથી તેની સોફ્ટ કોપી સાચવી રાખશો. પુરાવા તરીકે પણ તે ઉપયોગી થશે.

ADVERTISEMENT


આજે સરકારી ઓફિસ/ બેંકોમાં રજા હોઈ સર્વર સ્પીડ સારી મળશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેઓ સંમતિ પત્રક ભરી દે.

ADVERTISEMENT


કેટલાક ઉમેદવારોને સંમતિ પત્રક ભરવા સામે ફરિયાદ છે. આવી વ્યવસ્થા પરીક્ષાની સારી વ્યવસ્થા કરવા સારું તથા સાધનોનો વ્યય અટકાવવા માટે શરૂ કરવામાં આવી છે.
ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ત્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.

આ પણ વાંચો: યુવતીને ઓનલાઈન નંબર સર્ચ કરી કોલ કરવો ભારે પડ્યો, આ રીતે ગુમાવ્યા 98,000 રૂપિયા

કેમ લેવાયો આ નિર્ણય ? 
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવાનું રહેશે. જે ઉમેદવારો કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકાર દ્વારા આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે.

(વિથ ઇનપુટ, દુર્ગેશ મહેતા, ગાંધીનગર )

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT