બનાસકાંઠાઃ કાંકરેજમાં પૂજારી અને આર્મી મેન 3.104 કિલો ચરસ સાથે ઝડપાયા
ધનેશ પરમાર.બનાસકાંઠા: કાંકરેજના બલોચપુર ગામે આશ્રમમાંથી ચરસના જથ્થા સાથે પૂજારી અને આર્મી જવાન ઝડપાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે ધર્મ અને આર્મી પર વિશ્વાસ…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠા: કાંકરેજના બલોચપુર ગામે આશ્રમમાંથી ચરસના જથ્થા સાથે પૂજારી અને આર્મી જવાન ઝડપાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે ધર્મ અને આર્મી પર વિશ્વાસ કરનારા ઘણા લોકો માટે આ લોકો તે વિશ્વાસ પર ઘા કરનારા સાબિત થયા હતા. ત્રણ કિલો ચરસ સાથે SOG પોલીસ દ્વારા આર્મી મેન અને પૂજારીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી SOG એ બલોચપૂર ગામે રેડ દરમિયાન કરી હતી.
કુલ 11.73 લાખનો મુદ્દામાલ ઝડપાયો
બનાસકાંઠા SOG પોલીસે બાતમી આધારે એક ચકચારી સર્વ ઓપરેશન દરમ્યાન શિહોરી વિસ્તારમાંથી ત્રણ કિલોથી વધુ ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. SOG પોલીસ શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા આ કાર્યવાહી કરી હતી. જેમાં SOGએ બલોચપુરામાં આવેલા એક આશ્રમમાં રેડ કરી હતી. જ્યાં પંચોની રૂબરૂમાં તપાસ કરતા આરોપીના કબજામાંથી ચરસ સ્ટીક 247 નંગ, જેનું વજન 3.104 કિલો. 1 લાખ 97 હજાર રોડકા અને એક કાર મળી કુલ 11 લાખ 73 હજારના મુદ્દામાલ સાથે પુજારી અને એક અન્ય શખ્સને ઝડપી પાડ્યો હતો.
અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવોઃ કેમ અંદર સુધી ખીચોખીચ ભરાયું પોલીસ મથક?
પૂજારી સાથે ઝડપાયેલો વ્યક્તિ આર્મીમેંન હોવાનું ખુલ્યું ..
આ નાર્કોટિક્સ કેસમાં ઝડપાયેલા પૂજારીની સાથેના સહઆરોપીની તલાશી લેતા તેની પાસેથી આર્મી જવાનનું આઇકાર્ડ પણ મળી આવ્યું હતું. હાલની SOGની આ કાર્યવાહીમાં બાબા દયાલગીરી નામનો જે પુજારી ઝડપાયો છે તેણે આગાઉ પણ નાર્કોટિક્સના ગુનામાં જેલ ભોગવેલી છે. જ્યારે અન્ય રાજવીરસિંહ મેઘસિંહ જાટ નામનો શખ્સ ઝડપાયો છે. એની જોડેથી આર્મી PTRનું કાર્ડ મળ્યું છે. જે ઉત્તર પ્રદેશના મથુરાના ભીક્કા ખેરા નગલા ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT