હરિયાણામાં ચૌધરી સમાજના મહેસાણાના 5 યુવાનોનું અકસ્માતમાં મોતઃ હાઈવે પર મોતનો તાંડવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણાઃ હરિયાણામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં મહેસાણાના પાંચ યુવાનોના મોત નિપજ્યા છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયાની વિગતો સામે આવી છે. આ યુવકો ગુજરાતના મહેસાણાના હોવાની જાણકારી સામે આવી રહી છે. યુવાનો અહીંથી ત્યાં ગાયોની ખરીદી કરવા માટે ગયા હતા દરમિયાન તેમની સાથે અન્ય એક રાજસ્થાનનો પણ યુવાન હતો જેનું પણ મોત નિપજ્યું છે. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં કારના તો કચ્ચરઘાણ વળી ગયા હતા.

ત્રણ યુવાનોના સ્થળ પર જ મોત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરિયાણાના ઝજ્જર નજીક કેએમપી એક્સ્પ્રેસ હાઈવે પર એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. કેએમપી હાઈવે પર યુવાનો બહાદુરગઢ તરફ આવી રહ્યા હતા. તેમની પાસે ક્રેટા કાર હતી. સ્પીડમાં આવી રહેલી કારના ચાલકે કંટ્રોલ ગુમાવતા કાર ટ્રક સાથે ભટકાઈ હોવાની જાણકારી સામે આવી છે. આ ઘટના બાદલી અને બુપનિયા ગામની વચ્ચે થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટનામાં ત્રણ યુવાનોના તો સ્થળ પર જ મોત થઈ ગયા હતા. બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમના મોત નિપજ્યાના અહેવાલ મળી રહ્યા છે.

ADVERTISEMENT

PAKISTANમાં અડધી રાત્રે સંસદ ભંગ, જેલમાં ઈમરાન ખાન, ચૂંટણી લડવા પર સસ્પેન્સ

પરિવારોની હરિયાણા ભણી દોટ

પ્રાપ્ત વિગતો અનુસાર આ પૈકી જગદીશ ચૌધરી નામનો એક યુવાન પાટણના કમાલપુરનો હતો. 2 યુવક પાટણના સીતાપુરના હતા જેમાં એકનું નામ ભરત ચૌધરી હોવાનું તથા અન્ય એક યુવકનું નામ પાર્થીલ ચૌધરી જે મહેસાણાના સમેત્રાનો હોવાની વિગતો મળી રહી છે. મૃતકો પૈકીનો પાર્થીલ દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો ભાણો હોવાની વિગતો મળી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. યુવાનોના મૃત્યુના અહેવાલ ઘર સુધી પહોંચતા પરિવારોમાં શોકની લાગણી ફરી વળી હતી. પરિવારો યુવાનોના સમાચાર મળતા જ હરિયાણા જવા રવાના થયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT