શેત્રુંજય પર્વત વિવાદ મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન કહ્યું, એસઆઇટીના નામ આજે જાહેર કરવામાં આવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ, ખેડા::  જિલ્લાના મહેમદાવાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ તથા વિકસટો ફ્લાય સહયોગી એનજીઓ દ્વારા ગુજરાતની મહિલાઓને આત્મા નિર્ભર અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી મહેમદાવાદ વિસ્તારની મહિલાઓ સ્વાવલંબી બને તે માટે સ્વયં સીધા પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી  ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શેત્રુંજય પર્વત વિવાદ મામલે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, એસઆઇટીના નામ આજે જાહેર કરવામાં આવશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, શેત્રુંજય બાબતની વાતમાં હું આપને કહેવા માગું છું કે જેણે દાદાના જે પગથિયાં અને જે પગલાં હતા એ તોડ્યા એ ગુનેગારને 28 તારીખે પકડી લેવામાં આવ્યો છે. અને આપણે સમય જે દ્રશ્ય જોયા છે કે જે ગુરુ ભગવાન જોડે અભદ્રવ્યવહાર જાણે કર્યો એને પણ 386, 406, 420ની કલમ નોંધાવી 31 તારીખે પકડી લેવામાં આવ્યો છે.  હું આપના વિશ્વાસ અપાવું છું ગુજરાતના કોઈપણ ધર્મસ્થળ હોય તમામ જગ્યા પર લો ઓર્ડરની બાબતમાં કોઈપણ પ્રકારની ઢીલ છોડવામાં નહીં આવે.  સચ્ચાઈથી આ પ્રકારના લોકો જોડે વર્તમાન આવશે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પાલીતાણામાં તાત્કાલિક એક પોલીસ ચોકી  પોલીસનો સ્ટાફ આ પ્રકારના લોકોને ડામી લેવા માટે ત્યાં એક ચોક્કસપણે એક ટીમ બનાવીને આની પર કામગીરી આવનારા દિવસોમાં થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી જે પણ માંગણીઓ આવી છે એ માંગણીઓ પણ તટસ્થ તપાસ કરી તમામ વિષયો પર કોઈપણ વિષયની અંદર એકદમ ઊંડાણપૂર્વક જઈને તમામ લોકોને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે એસઆઇટીના નામ જાહેર કરવામાં આવશે.
ચાઈનીઝ દોરી ન વાપરવા કરી અપીલ 
ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યું  છે ત્યારે રાજ્યમાં ચાઇનીઝ દોરી સતત પકડાઈ રહી છે. આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ  ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરતાં કહ્યું કે, સૌ ગુજરાતીઓને બે હાથ જોડીને અપીલ છે. વેચનાર પણ આપણામાંથી જ કોઈ છે, અને લેનાર પણ આપણામાંથી જ કોઈ છે. અને પકડનાર પણ આપણો ગુજરાતી જ છે. હું વેચનારને કહેવા માગું છું કે કાયદો કાયદાનું કામ જરૂર કરશે. અને ગુજરાતમાં આ બાબતે ખૂબ જ કડક પગલાં ભરવા માટે ગુજરાત પોલીસને સુચના આપી છે. પરંતુ ચાઈનીઝ દોરા લેનાર સૌ ગુજરાતના નાગરિકોને પણ વિનંતી કરું છું કે, આપણે સૌ આપણી જે પરંપરા છે એ પરંપરા ને સારી રીતે ઉજવી શકીએ તે માટે વર્ષો વર્ષથી પૌરાણિક કાળથી આપણે જે આપણું ગુજરાતી આ માટે જે દોરો બને છે એ એનો ઉપયોગ કરો ચાઈનીઝ દોરાનો ઉપયોગ જરૂરથી તમે લોકો ટાળો.  અને કોઈ પણ ગુજરાતીઓએ ચાઈનીઝ દોરો ન ખરીદવો જોઈએ તેવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. કારણ કે આ ચાઈનીઝ દોરાથી આપણા જ વચ્ચેના અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ પાપ માંથી ક્યારેય આપણે ના બચી શકીએ. આપને વિનંતી છે કે ચાઈનીઝ દોરાથી જરૂરથી દૂર રહેજો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT