હર્ષ સંઘવીએ ખોલી AAPના POLLની ‘પોલ’! જાતે જ પોતાને મત આપ્યા હોવાનો આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાયેલો રહે છે. તેવામાં સ્ટ્રોપોલ દ્વારા આમ આદમી પાર્ટીએ કરેલા વોટિંગનો પર્દાફાશ કર્યો છે. નવસારી બેઠક પરથી AAPના ઉમેદવાર સૌથી વધુ એક્ટિવ અને લોકપ્રિય હોવાનું જણાવ્યું હતું. જોકે હર્ષ સંઘવીએ ત્યારપછી આ પોલનું સિક્રેટ ખોલી દીધું હતું. નોંધનીય છે કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આપ પાર્ટી પોતે જ પોતાને મત આપે છે. જેનો એક સ્ક્રિનશોટ હર્ષ સંઘવીએ શેર કર્યો હતો.

સ્ટ્રોપોલ વિવાદ શું છે..
નવસારીના ઉમેદવારને સ્ટ્રોપોલ પર 88 ટકા મત મળ્યા હોવાનો દાવો કરાયો હતો. નોંધનીય છે કે આ એક એવું ડિજિટલ માધ્યમ છે જેના પર લોકો પોતાના મનપસંદ ઉમેદવારને પસંદ કરી શકે અને વોટ આપી શકે છે. આ માત્ર કોઈ સરવે અથવા લોકપ્રિયતા તપાસવાના ઉદ્દેશથી જ બનાવાયો છે. આની અસર ચૂંટણી પણ પડી શકે એમ નથી. જોકે હા આનાથી કોને લોકો પસંદ કરે છે એ કદાચ જાણી શકાય. તેવામાં આમ આદમી પાર્ટીના નવસારીના ઉમેદવારને 562 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 10.34 ટકા એટલે 66 વોટ મળ્યા હતા. બીજી બાજુ ભાજપ પાસે માત્ર 10 વોટ જ હતા.

ADVERTISEMENT

શુ છે પોલ ટ્રેન્ડ.. ?
આ વેબસાઈટમાં નવસારી કે કોઈપણ જગ્યાની વિવિધ વિધાનસભાના સંભવિત ઉમેદવારો કોણ હોઈ શકે છે? એ સવાલથી લઈ તે મત આપવા લોકો પોતાના પસંદગીના ઉમેદવાર પર ક્લિક કરી શકે છે. અહીં યુઝર્સ આ વેબસાઈટ પર જઈ સંભવિત ઉમેદવારોની યાદીમાંથી પોતાના પસંદગીના ઉમેદવારને મત આપે છે. આ વેબસાઈટ પર કેટલા વ્યુઅર્સે તેમને મત આપ્યો તે સંભવિત ઉમેદવારો જોઈ પણ શકાય છે.

સ્ટ્રો પોલ સર્વે કેટલો વિશ્વસનીય…?
આ વેબસાઈટ જે-જે વિધાનસભામાં પોલ માગે છે. તેઓનું ચૂંટણીકાર્ડ ખરેખર તે વિસ્તારનું છે કે નહીં તેની ખરાઈ કરતું નથી. જેથી ઓસ્ટ્રેલિયા રહેતો વ્યક્તિ પણ કોઈપણ માટે પોતાનો મત અહીં આપી શકે, ભલે તે વિધાનસભા વિસ્તારનો મતદાર ન હોય, ટૂંકમાં ગમે તે દેશનો કે રાજ્યનો યુઝર્સ અહીં મત આપી શકે છે. જેથી લોકપ્રિયતા ધરાવતો ઉમેદવાર આખા દેશમાંથી પોતાની તરફેણમાં મત મગાવી, ટ્રેન્ડ પોતાની તરફે બતાવી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT